પોલીસ કર્મીઓ યુનિફોર્મમાં વીડિયો રિલ્સ સોશિયલ મીડિયામાં મુકશે તો ખેર નથી

  • August 18, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમામ નહીં પરંતુ ઘણાખરા સોશિયલ મીડિયા કે પ્રચાર શોખિન પોલીસ કર્મીઓ યુનિફોર્મ (ખાખી ડ્રેસ પહેરવેશ)માં પોતાની પર્સનલ રિલ્સ કે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વહેતા કરતા હોય રાયના પોલીસ વડા વિકાસ સહાય દ્રારા આવી હિલચાલ ન કરવા માટે પરિપત્રથી ફરમાન કરાયું છે. આમ છતાં કોઈ શિસ્તભગં કરતા સપડાશે તો તેમના પર નિયમ મુજબ ખાતાકીય પગલાં ભરાશે.

કોમનમેન કે ખાસ કરીને યગં સ્ટર્સને સોશિયલ મીડિયા પર પોતાના ફોટો કે વીડિયો અપલોડ કરવા કે સ્ટાઈલથી કોઈને કોઈ એકસનમોડમાં ફિલ્મી અદા કે આવા સ્ટટં સાથે રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવાનું વળગણ વધુ હોય છે. ઘણા શોખિન કે જાણે અજાણ્યે પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ કર્મીઓ, લોક રક્ષક ખાખી ડ્રેસમાં ઓન ડયૂટી કે ઓફ ડયૂટી પોતાની રિલ્સ બનાવતા હોય છે. સિંઘમ કે દબગં સ્ટાઈલ કે ફિલ્મી એકસનોમાં રિલ્સ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતી કરતા હોય છે. જો વીડિયો, રિલ્સ સારા હોય તો ઠીક પરંતુ ફિલ્મી અદાવાળા હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટની છબી ખરડાતી હોય છે.
આવા કારણોસર અગાઉ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈએ ડ્રેસમાં સોશિયલ મીડિયામાં કોઈ અંગત પ્રચાર, પ્રસાર કે આવી રિલ્સ, વીડિયો નહીં મુકવા પરિપત્ર જાહેર કરાયો હતો. ડીજીપી વિકાસ સહાય દ્રારા ફરી ગઈકાલે પોલીસ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીના માટે સોશિયલ મીડિયામાં રિલ્સ કે વીડિયો ન મુકવા અને જો મુકશે તો નિયમ મુજબ કાર્યવાહી થશેનો પરિફજિહેર કરી ભૂલ કરનારની ખૈર નહીં રહે તેવો આડકતરો અંદેશો અપાયો છે. સામાન્ય રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ દરમિયાન કોઈ સારી કામગીરી, પ્રજાલક્ષી કાર્યેા, ડિટેકશન કે આવા સહાનૂભૂતિ મળતા કામોના વીડિયો મુકાતા કે સોશિયલ મીડિયામાં મુકાતા હોય છે પરંતુ પોતાનો પર્સનલ છાંકો પાડવા કે આવી પબ્લિસિટી માટે મુકાનારા વીડિયો, રિલ્સ પર બ્રેક લગાવાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application