ઈસરોના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચન્દ્ર પર આરામ ફરમાવે છે

  • May 03, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના મહત્વના મુન મિશન ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે જેમાં આ બન્ને ચંદ્રની સપાટી પર નિરાતે આરામ ફરમાવતા દેખાયા છે. મૂન એન્ડ બિયોન્ડ બ્લોગ ચંદ્ર નામના સ્વતંત્ર સંશોધક દ્વારા ચલાવવામાં આવે છે. આ તસવીરો ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા લેવામાં આવી છે. ગયા વર્ષે પણ ઈસરોએ વિક્રમ અને પ્રજ્ઞાનના ફોટા લીધા હતા, પરંતુ નવો ફોટો વધુ સ્પષ્ટ છે. 23 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શિવ શક્તિ પોઈન્ટ પર ઉતયર્િ પછી વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું. રોવર ચંદ્રની સપાટી પર લગભગ 101 મીટર ચાલ્યું હતું. બે સપ્તાહના મિશન દરમિયાન પ્રજ્ઞાને ઈસરોને ઘણા બધા વીડિયો ફૂટેજ મોકલ્યા હતા.
ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું. પરંતુ વિક્રમ અને પ્રજ્ઞાન પ્રતિકૂળ ચંદ્રની પરિસ્થિતિઓમાં બિન-કાર્યક્ષમ બની ગયા. તેઓ માત્ર બે અઠવાડિયાના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. ઈસરોએ 23 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરનો ફોટો જાહેર કર્યો હતો પરંતુ પ્રજ્ઞાનનું અંતિમ ઠેકાણું જાણી શકાયું ન હતું. નવા ફોટામાં પ્રજ્ઞાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મૂન એન્ડ બિયોન્ડ બ્લોગ પોસ્ટ અનુસાર, ’પ્રથમ વખત પ્રજ્ઞાન વિક્રમ સાથે હાજર જોવા મળી શકે છે.’

ચંદ્રયાન-3 મિશન વિશે માહિતી
ચંદ્રયાન-3 મિશન તેના ત્રણેય ઉદ્દેશ્યોમાં સફળ રહ્યું હતું. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું આ ત્રીજું મિશન હતું. ચંદ્રયાન-2ની જેમ તેમાં પણ લેન્ડર અને રોવર હતું પરંતુ ઓર્બિટર સામેલ નહોતું. ચંદ્રયાન-3 14 જુલાઈ, 2023 ના રોજ બપોરે 2.35 વાગ્યે હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટ 2023ની સાંજે જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ત્યારે એક નવો ઈતિહાસ લખાઈ ગયો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News