Israel-Hamas War: ઇઝરાયલી સૈનિકોએ નુસરત રેફ્યુજી કેમ્પને બનાવ્યું નિશાન, હુમલામાં 50 પેલેસ્ટિનિયન નાગરિકના મોત

  • June 08, 2024 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઝામાં ઈઝરાયેલના હુમલા હજૂ પણ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ મધ્ય ગાઝાના અન્ય વિસ્તારો અને ત્યાં હાજર નુસરત રેફ્યુજી કેમ્પને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 50 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા.


ગાઝામાં ઈઝરાયેલના હુમલા શરૂ છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ મધ્ય ગાઝાના અન્ય વિસ્તારો અને ત્યાંના નુસરત રેફ્યુજી કેમ્પને નિશાન બનાવ્યા છે. જેમાં 50 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શનિવારે મધ્ય ગાઝાના નુસરત અને અન્ય વિસ્તારોમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 50 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.


ઇઝરાયેલી સેનાએ ડેર અલ-બલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલની આસપાસ હવાઈ હુમલો કર્યો. જેમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. રાફામાં કુવૈત સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇઝરાયલી દળો દ્વારા માર્યા ગયેલા લોકોના ડઝનેક મૃતદેહો રોડ પર પડ્યા હતા. આ દરમિયાન બચાવકર્મીઓ ઘાયલ લોકો સુધી પહોંચી શક્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application