ઇઝરાયલી સેનાનો દાવો, 'હમાસ ગાઝાની હોસ્પિટલનો કરી રહ્યો છે ઢાલ તરીકે ઉપયોગ

  • October 27, 2023 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ-હમાસ વચ્ચે સતત 21મા દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 8500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગાઝાના 7000થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે 1400 ઇઝરાયેલ લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે.


હમાસે હોસ્પિટલોને ઓપરેશન સેન્ટરમાં રૂપાંતરિત કરવાના દાવાને ફગાવ્યો

હમાસે ઇઝરાયેલ પર હુમલા કરવા માટે હોસ્પિટલોનો ઓપરેશન સેન્ટર તરીકે ઉપયોગ કરવાના ઇઝરાયેલી સૈન્યના દાવાને ફગાવી દીધો હતો. અલજઝીરા પ્રમાણે હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઇઝરાયેલ સેનાના પ્રવક્તાએ જે કહ્યું છે તેમાં સત્યતાનો કોઇ આધાર નથી.


ઈઝરાયેલના પીએમનો દાવો - હમાસ હોસ્પિટલોને પોતાનું હેડક્વાર્ટર બનાવી રહ્યું છે

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો અને દાવો કર્યો કે હમાસ આતંક ફેલાવવા માટે હોસ્પિટલોને તેનું મુખ્ય મથક બનાવી રહ્યું છે. તેણે આ અંગે ગુપ્તચર માહિતી શેર કરવાની પણ વાત કરી હતી.




IDF દાવો કરે છે- હમાસ યુદ્ધ માટે હોસ્પિટલોનો ઉપયોગ કરી રહી છે

ન્યૂઝ એજન્સી અલજઝીરા અનુસાર ઇઝરાયેલી સેનાએ આરોપ લગાવ્યો છે કે હમાસ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે ગાઝા પટ્ટીની હોસ્પિટલોનો તેના ઓપરેશન સેન્ટર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા હોસ્પિટલનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં ઈમારતની નીચે એક ટનલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application