ઈઝરાયેલે ગાઝામાં નિયમિત ઇંધણ પુરવઠાને આપી મંજૂરી

  • November 18, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલ સરકારે ગાઝાને ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના કરતા પણ વધારે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ગાઝામાં વધી રહેલી માનવતાવાદી કટોકટી ભૂખ્યા અને બેઘર પેલેસ્ટિનિયનો માટે એક પડકાર છે. ઇંધણની અછતને કારણે ગાઝામાં યુએનની સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટે માનવીય સંકટને ધ્યાનમાં રાખીને ગાઝાને નિયમિત ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે. સુત્રોના અહેવાલ મુજબ આ મંજૂરી બાદ ગઈકાલે બે ઇંધણ ટેન્કરો રાફા ક્રોસિંગ દ્વારા યુદ્ધગ્રસ્ત ગાઝા વિસ્તારમાં પ્રવેશ્યા હતા.

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર સરકારની મંજૂરી બાદ કુલ 60,000 લિટર ડીઝલ ઇંધણ વહન કરતા ટેન્કરોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ખાસ કરીને યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી દ્વારા ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. રીઅર એડમિરલ હગારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઈંધણ ડિસેલિનેશન સુવિધાઓ માટે મહત્વપૂર્ણ છે જે દક્ષિણ પટ્ટીને પાણી પૂરું પાડે છે. આ પ્રક્રિયાનું મોનિટરિંગ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇજિપ્ત દ્વારા કરવામાં આવે છે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંજૂર કરાયેલા નિર્ણય હેઠળ દર 48 કલાકમાં 1,40,000 લિટર ઇંધણ ગાઝામાં પ્રવેશ કરશે. જેમાંથી મોટાભાગના પાણી અને ગટરના ઉપયોગ માટે ફાળવવામાં આવશે. વધારાના ઉપયોગોમાં  રાહત એજન્સીની ટ્રકો, કચરાના નિકાલ, બેકરીઓ અને દક્ષિણ ગાઝામાં હોસ્પિટલોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે વીજળીની અછતને કારણે પતનની આરે રહેલી પાણી અને ગટર વ્યવસ્થાને આવશ્યક સહાય પૂરી પાડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application