ઈઝરાયેલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, ૫ બાળક સહિત ૧૩નાં મોત

  • February 09, 2024 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલએ ગાઝા પટ્ટી પર ફરી હવાઈ હત્પમલો કર્યેા હતો જેમાં ૫ બાળક સહિત ૧૩ના મોત નીપયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પએ હમાસની યુદ્ધવિરામની શરતોને નકારી કાઢાના કલાકો બાદ આ હત્પમલાઓ શ થયા છે. પટ્ટીની અડધાથી વધુ વસ્તી રાફા ભાગી ગઈ છે, જે માનવીય સહાયતા પહોંચાડવા માટે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પણ છે.

મૃતદેહોને કુવૈતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.છેલ્લા ૪ મહિના દરમિયાન ઈઝરાયેલના હવાઈ અને જમીની હત્પમલાઓમાં ૨૭૦૦૦થી વધુ પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. આ વિસ્તારની મોટાભાગની વસ્તી ખોરાકની અછતનો ગંભીર રીતે સામનો કરી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નેતન્યાહત્પએ કહ્યું કે હમાસ પર પૂર્ણ વિજય ના થાય ત્યાં સુધી હત્પમલાઓ ચાલુ જ રહેશે.

હમાસની શરતોને નકારવામાં આવી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પએ સંઘર્ષ વિરામ અને બંધકોને છોડવા સંબંધિત કરાર માટે હમાસની શરતોને નકારી કાઢી. નેતન્યાહત્પએ શરતોને ભ્રામક ગણાવી અને કહ્યું કે ગાઝા પર હમાસના નિયંત્રણને પૂર્ણ કરવા સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેમને જીત સુધી હમાસની વિદ્ધ યુદ્ધ લડવાનો સંકલ્પ લીધો.
નેતન્યાહત્પએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાતના તરત બાદ આ ટિપ્પણી કરી હતી. બ્લિંકન સંઘર્ષ વિરામ કરારની અપેક્ષામાં વિસ્તારની યાત્રા કરી રહ્યા છે. નેતન્યાહત્પએ કહ્યું કે હમાસની ભ્રામક માગણીની સામે આત્મસમર્પણ કરવાથી બંધકોને મુકત નહીં કરાવી શકાય પણ તે વધુ એક નરસંહારને આમંત્રિત કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application