ઇઝરાયેલનો આયર્ન ડોમ ૫ માસમાં બીજી વખત નિષ્ફળ

  • October 09, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૭ ઓકટોબરની સવારે હમાસે ઈઝરાયેલ પર એક પછી એક ૫૦૦૦ રોકેટ છોડા હતા. આયર્ન ડોમ નામની ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ આ હત્પમલાઓને રોકી શકી નહિ. ૫ મહિનામાં આ બીજી વખત છે યારે આયર્ન ડોમ ફેલ થયો છે. યારે હમાસે ૧૦ મે, ૨૦૨૩ના રોજ ઈઝરાયેલના દક્ષિણી વિસ્તારમાં મિસાઈલ છોડી હતી, તે પણ નિષ્ફળ ગઈ હતી. ઈઝરાયેલે હવાઈ હત્પમલા સામે રક્ષણ મેળવવા માટે ૨૦૧૧માં આયર્ન ડોમ તૈયાર કર્યેા હતો. ત્યારબાદ તેને વિશ્વની સૌથી ભરોસાપાત્ર એર ડિફેન્સ સિસ્ટમ તરીકે વર્ણવવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેનો સકસેસ રેટ ૯૪% છે.


મેમાં થયેલા હત્પમલા પછીની તપાસમાં જાણવા મળ્યું કે આયર્ન ડોમના હાર્ડવેરને ૨૦૧૧થી અપડેટ કરવામાં આવ્યું ન હતું, યારે સોટવેરને વારંવાર અપડેટ કરવામાં આવ્યું હતું. જેસલેમ પોસ્ટે એક લેખમાં એવો પણ દાવો કર્યેા હતો કે મેના હત્પમલામાં આયર્ન ડોમનો સકસેસ રેટ માત્ર ૬૦% હતો. આયર્ન ડોમ પર, બ્રોક યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર માઈકલ આર્મસ્ટ્રોંગ સમજાવે છે કે કોઈપણ મિસાઈલ સિસ્ટમ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી. હવે હત્પમલાનું સ્વપ બદલાઈ રહ્યું છે.ઇઝરાયેલની ફર્મ રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી દ્રારા બનાવવામાં આવી છે. ૨૦૦૬ ઇઝરાયેલ–લેબનોન યુદ્ધ દરમિયાન, હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડા હતા. આ પછી ઈઝરાયેલે નવી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી, જે તેના લોકો અને શહેરોની સુરક્ષા કરશે. આ અંતર્ગત ઈઝરાયેલે આયર્ન ડોમ વિકસાવ્યો.


આ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થાય?
આ સિસ્ટમ યુનિટની કિંમત ૫૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૬૮ કરોડ પિયા છે. જયારે એક ઇન્ટરસેપ્ટર તામિર મિસાઇલની કિંમત લગભગ ૮૦ હજાર ડોલર એટલે કે ૫૯ લાખ પિયા છે. તેમજ એક રોકેટની કિંમત ૧ હજાર ડોલર એટલે કે લગભગ ૭૪ હજાર પિયાથી ઓછી છે. આ સિસ્ટમમાં રોકેટને અટકાવવા માટે બે તામિર મિસાઈલ છે. નિષ્ણાતો તેને ઓછી ખર્ચાળ માને છે કારણ કે તેનો ઉપયોગ ત્યારે જ થાય છે યારે કોઈ રોકેટ માનવ જીવન અથવા કોઈપણ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચરને જોખમમાં મુકાય છે. આ કારણે, ઓછા ઇન્ટરસેપ્ટર્સની જર પડે છે. જોકે, ઈઝરાયેલમાં સરકારના ટીકાકારોનું કહેવું છે કે સરકાર આ સિસ્ટમ પર ખૂબ જ નિર્ભર થઈ ગઈ છે.


સીસ્ટમ બનાવવામાં અમેરિકાએ ઈઝરાયેલને ટેકનિકલ અને નાણાકીય મદદ કરી હતી
આ શોર્ટ રેન્જ ગ્રાઉન્ડ–ટુ–એર એર ડિફેન્સ સિસ્ટમમાં રડાર અને તામિર ઇન્ટરસેપ્ટર મિસાઈલ છે, જે કોઈપણ રોકેટ કે મિસાઈલને ટ્રેક કરે છે અને તેને રસ્તામાં જ નષ્ટ્ર કરી દે છે. આ સિસ્ટમ બનાવવામાં અમેરિકાએ ઈઝરાયેલને ટેકનિકલ અને નાણાકીય મદદ કરી હતી. આ સિસ્ટમે ગાઝામાંથી છોડેલા રોકેટનો નાશ કર્યેા હતો. બે અલગ–અલગ સિસ્ટમો મધ્યમ અને લાંબા અંતરના જોખમો માટે કામ કરે છે. આને ડેવિડની સ્લિંગ અને એરો કહેવામાં આવે છે. તે રોકેટ, આર્ટિલરી અને મોર્ટાર તેમજ એરક્રાટ, હેલિકોપ્ટર અને માનવરહિત હવાઈ વાહનોનો સામનો કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application