ઈઝરાયલ–હમાસ વચ્ચે યુદ્ધ વિરામની સંભાવના

  • March 12, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તાજેતરમાં  ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ સાથે મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમિયાન બેન્જામિન નેતન્યાહએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે માહિતી આપી હતી. બેઠક દરમિયાન હમાસના બંધકોની મુકિત અને ઈઝરાયેલ તરફથી માનવતાવાદી સહાય અંગે પણ ચર્ચા થઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહએ આ મીટિંગની માહિતી સોશિયલ મીડિયાના એકસ હેન્ડલ પર શેર કરી છે. રાષ્ટ્ર્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક, વડાપ્રધાનના વિદેશ નીતિ સલાહકાર અને ઈઝરાયેલમાં ભારતીય રાજદૂત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક જેસલેમમાં વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી.અજીત ડોભાલ અને નેતન્યાહ વચ્ચે બેઠક દરમિયાન હમાસના બંધકોની મુકિત અને ઈઝરાયેલ તરફથી માનવતાવાદી સહાય અંગે ચર્ચા થઈ હતી.


હમાસ મંત્રણા માટે તૈયાર
મીડિયા રિપોટર્સ અનુસાર હમાસ રમઝાન મહિના દરમિયાન ગાઝા પટ્ટીમાં સતત યુદ્ધવિરામની વાત કરી રહ્યું છે. હમાસે કહ્યું છે કે, અમે હંમેશા યુદ્ધવિરામની વાટાઘાટો માટે તૈયાર છીએ. સમજૂતીને લઈને ઘણી વખત બેઠકો યોજાઈ હતી પરંતુ ઈઝરાયેલના કારણે બેઠકોનું કોઈ પરિણામ આવ્યું ન હતું. હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવા તૈયાર છે.

ગાઝામાં રમઝાન મહિનો શરૂ
ગાઝામાં રમઝાનનો પવિત્ર મહિનો શ થયો છે અને બોમ્બ ધડાકા વચ્ચે લોકોએ ઉપવાસ શ કર્યા છે. લોકો પાસે ખાધપદાર્થેા નથી. ઈઝરાયેલના હત્પમલામાં ક્ષતિગ્રસ્ત ઘરોની વચ્ચે જગ્યા શોધીને નમાઝ અદા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોટર્સ અનુસાર આવા સંજોગોમાં પણ લોકો દરરોજ એકસાથે તેમના દરવાજા ખોલે છે. ઘણી જગ્યાએથી નાચતા અને ગાતા બાળકોના અવાજો આવી રહ્યા છે, યારે લાઉડસ્પીકરમાંથી અઝાનનો અવાજ સંભળાઈ રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application