ઇઝરાયેલ-હમાસ વચ્ચેનો યુધ્ધવિરામ 2 દિવસ લંબાવાયો

  • November 28, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે. શુક્રવારે 24 નવેમ્બરના રોજ બંને વચ્ચે 4 દિવસ માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુદ્ધવિરામનો સમયગાળો મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે સમાપ્ત થઈ રહ્યો હતો. પરંતુ હવે તેને બે દિવસ માટે એટલે કે બુધવારે સવારે 7 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. ઇજિપ્ત, કતાર અને અમેરિકાના દબાણ બાદ યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે તેમ ઇજિપ્તની રાજ્ય માહિતી સેવાના વડાએ માહિતી આપી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, ઇજિપ્તની રાજ્ય સૂચના સેવાના વડા દિયા રશ્વાને કહ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ બુધવારે સવારે 7 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. હમાસ બંને દિવસે 10 બંધકોને મુક્ત કરશે. તેના બદલામાં ઈઝરાયેલ 60 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. પ્રથમ દિવસે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. બાકીના 30 કેદીઓને બીજા દિવસે મુક્ત કરવામાં આવશે.



આ પહેલા ઈઝરાયેલે કહ્યું હતું કે તે યુદ્ધવિરામને લંબાવવા માટે તૈયાર છે. શરત એ રહેશે કે હમાસ વધુ 50 બંધકોને મુક્ત કરે. જોકે, એવું કહેવામાં આવ્યું છે કે ઇજિપ્તની જેમ 20 બંધકોને મુક્ત કરવામાં આવશે. હમાસે યુદ્ધવિરામ લંબાવવાના સમાચારની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


24 નવેમ્બરથી શરૂ થયેલા 4 દિવસના યુદ્ધવિરામમાં 50 બંધકો અને 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની ડીલ કરવામાં આવી હતી. જે બાદ હવે હમાસ આ ડીલને લંબાવવા માટે રાજી થયું છે. ઈઝરાયેલના વડાપ્રધાન કાયર્લિયે જાહેરાત કરી છે કે ઈઝરાયેલના સત્તાવાળાઓએ બંધકોના પરિવારોને જાણ કરી છે કે તેઓને આગામી કલાકોમાં મુક્ત કરવામાં આવશે.


પ્રાપ્ત જાણકારી અનુસાર, યુદ્ધવિરામના ચોથા દિવસે અત્યાર સુધીમાં હમાસે 40 ઈઝરાયેલ બંધકોને મુક્ત કયર્િ છે. જેમાંથી શુક્રવારે 13, શનિવારે 13 અને રવિવારે 14 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા લોકોમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના 21 બાળકો, 11 પુખ્ત મહિલાઓ, 65 કે તેથી વધુ ઉંમરની સાત મહિલાઓ અને રોની ક્રિવોય, ઇઝરાયેલી-રશિયન વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, થાઈલેન્ડના 17 નાગરિકો અને ફિલિપાઈન્સના એક નાગરિક સહિત 18 વિદેશી નાગરિકોને અલગ-અલગ વાટાઘાટોમાં ગાઝામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં આ બે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બદલામાં ઈઝરાયેલે 117 પેલેસ્ટાઈન મહિલાઓ અને બાળકોને મુક્ત કયર્.િ જેમાંથી શુક્રવારે 39, શનિવારે 39 અને રવિવારે 39 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા લોકોમાં 28 પુખ્ત મહિલાઓ, બે કિશોરવયની છોકરીઓ અને 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના 87 છોકરાઓનો સમાવેશ થાય છે. મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓમાંથી 41 પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને સજા કરવામાં આવી હતી. જ્યારે 76 વહીવટી કસ્ટડીમાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application