Israel Hamas War: 'બ્રિટન હમાસ સામેની લડાઈમાં ઇઝરાયેલના અધિકારોનું કરે છે સમર્થનઃ ઋષિ સુનક

  • October 19, 2023 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે ગુરુવારે (19 ઓક્ટોબર) ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુનાકે ઈઝરાયેલના અધિકારોનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે બ્રિટન 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાનો બચાવ કરવાના અને હમાસ સામે લડવાના ઇઝરાયેલના અધિકારનું સમર્થન કરે છે.


હમાસ અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે બ્રિટિશના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ગુરુવારે એટલે કે 19 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુનકે ઈઝરાયેલના અધિકારોનું સમર્થન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બ્રિટન 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાનો બચાવ કરવાના અને હમાસ સામે લડવાના ઇઝરાયેલના અધિકારનું સમર્થન કરે છે.


પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત નિવેદન આપતા કહ્યું: 

"હું બ્રિટિશ લોકો વતી અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું અને ભારપૂર્વક જણાવું છું કે અમે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખીશું તેમજ હમાસ વિરુદ્ધ જવા માટે ઇઝરાયેલના અધિકારોને સંપૂર્ણ પણે સમર્થન આપી રહ્યા છીએ. અમે એ પણ માનીએ છીએ કે પેલેસ્ટિનિયન લોકો પણ હમાસના શિકાર છે."




કોઈપણ દેશે આ તબક્કામાંથી પસાર થવું ન જોઈએ - સુનક
પીએમ સુનાકે કહ્યું કે તેમને આવા ભયંકર સંજોગો (યુદ્ધ)માં ઇઝરાયેલની મુલાકાત લેવા બદલ દુખ થાય છે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે,"છેલ્લાં બે અઠવાડિયામાં ઇઝરાયેલ એવી પરિસ્થિતિમાંથી પસાર થયું છે જેમાંથી કોઇ દેશ અને કોઇપણ લોકોએ પસાર થવું ન જોઇએ. ઇઝરાયલીઓએ પણ નહીં."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application