કિયારાના લગ્નમાં પહોંચેલી ઇશા અંબાણીના પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું

  • February 07, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કિયારા અડવાણી અને ઇશા અંબાણી છે નાનપણની પાકી દોસ્ત
  • ઇશાના પર્સની કિંમત અધ્.. અધધ.. હજારોમાં નહીં લાખોમાં છે


કિયારા અને સિદ્ધાર્થ આજે બપોરે 3 કલાકે સાત ફેરા ફરી એક બીજાના થઇ જશે. ત્યારે બી-ટાઉન સહિત મોટી સેલિબ્રિટીઝ લગ્ન સમારંભમાં ભઆગ લેવા જેસલમેર પહોચ્યા છે. તેમાં ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પતિ આનંદ પીરામલનો પણ સમાવેશ થાય છે.

 ઇશા અને આનંદ માતાપિતા બન્યા ત્યારથી તેમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો માણી રહ્યા છે. ઈશાએ પોતાની નાનપણની સહેલી કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી છે. 5 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેર એરપોર્ટ પર પાપારાઝીએ ઈશા અને આનંદને જોયા. આ દરમિયાન ઈશાના ખૂબ જ મોંઘા પર્સએ બધાનું ધ્યાન ખેંચ્યું.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાં જ પોતાની નાનપણની સહેલી કિઆરાના લગ્નમાં પતિ આનંદ પીરામલ સાથે જેસલમેર પહોંચી હતી. આ દરમિયાન ઈશાના હાથમાં એક ક્યૂટ પર્સ જોવા મળ્યુ હતું. જેની કિંમત લાખોમાં છે.

એરપોર્ટ લુક માટે, ઈશા અંબાણીએ શરારા સેટ પસંદ કર્યો, જેમાં એક કુર્તો, મેચિંગ પેન્ટ અને જેકેટનો સમાવેશ થાય છે. ઈશાના પેસ્ટલ આઉટફિટમાં મલ્ટીકલર્ડ એમ્બ્રોઈડરી હતી અને દેખાવમાં તે અદભૂત હતી. મેકઅપ અને ખુલ્લા હેરસ્ટાઇલ સાથે લુક પૂરો કર્યો. એસેસરીઝ માટે, અદભૂત ડાયમંડ જ્વેલરી પસંદ કરી, જેમાં ચોકર અને મેચિંગ એરિંગ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, તેમના પતિ આનંદ પીરામલ ઓલ બ્લેક આઉટફિટમાં હેન્ડસમ દેખાતા હતા.

પોતાના પેસ્ટલ-કલરના આઉટફિટ સાથે ઈશાએ પોતાના લૂકને મેચ કરવા પિંક કલરનું નાનું પર્સ પસંદ કર્યું. ઈશાના એક ફેન પેજ અનુસાર ઈશાની આ હેન્ડબેગ લક્ઝરી બ્રાન્ડ 'Hermes Paris'ની છે. 'કેલી 20 મિનિ સેલિયર બેગ' પિંક એપ્સમ લેધરથી બનાવવામાં આવી છે અને હકીકતમાં તે ખૂબ ખાસ છે. જોકે આ મિનિ બેગની કિંમત 38,500 અમેરિકન ડોલર એટલે કે 31 લાખ 70 હજાર રૂપિયા છે.

ઈશા અંબાણી અને કિયારા અડવાણી નાનપણની સહેલી છે અને બંને વચ્ચે ખાસ બોન્ડ છે. તેમના વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં, ઈશા અને કિયારા સારા અને ખરાબ સમયમાં સાથે રહ્યા છે. ઘણીવાર બંનેને એકબીજા પર પ્રેમ વરસાવતા જોયા છે, જે સાબિત કરે છે કે તે બેસ્ટ ફ્રેન્ડ્સ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application