શેરબજારમાં એક્ઝિટ પોલમાં ભાજપની જંગી બહુમતીથી રોકાણકારો ખુશ, અદાણી ગ્રુપના શેરની ખરીદીમાં લૂંટ

  • June 03, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને જોરદાર જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ભાજપને જંગી બહુમતી મળતી જોવા મળી રહી છે.એક્ઝિટ પોલ પરથી સ્પષ્ટ થાય છે કે ફરી એકવાર દેશની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં જવાની છે. આજે એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એક્ઝિટ પોલના પરિણામો ગ્રુપ કંપનીઓમાં ઉછાળા પાછળનું કારણ માનવામાં આવે છે. આજે અદાણી ગ્રુપની 5 કંપનીઓના શેર 52 અઠવાડિયામાં સૌથી ઉપરના ક્રમે જોવા મળ્યા હતા. જેમાં અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.


1. અદાણી એન્ટરપ્રાઇઝમાં લગભગ 10 ટકાનો વધારો


અદાણી ગ્રુપની આ કંપનીના શેરના ભાવમાં આજે 9.72 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બજાર ખુલ્યા બાદ સવારે 9.18 કલાકે અદાણી એન્ટરપ્રાઈઝના શેર 7 ટકાના ઉછાળા સાથે રૂ. 3658.55 પર વેચાઈ રહ્યા હતા.

2- અદાણી પોર્ટ્સના ભાવમાં 9 ટકાનો વધારો થયો છે


અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર આજે 9.54 ટકાના ઉછાળા સાથે રૂ. 1575 પર ખુલ્યા હતા. કંપનીના 52 અઠવાડિયામાં સૌથી ઓછા 702.85 રૂપિયા પ્રતિ શેર છે.


3- અદાણી પાવરમાં સૌથી વધુ 15 ટકાનો વધારો


આ ગ્રુપ કંપનીના શેરના ભાવમાં આજે 15.65 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેર ખુલતાની સાથે જ તે રૂ. 875ની ટોચે પહોંચી ગયો હતો. કંપનીનું નીચલું સ્તર રૂ. 230.95 છે.

4. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 11 ટકાનો ઉછાળો


આ ગ્રૂપ કંપનીના શેર 1228.10 રૂપિયાએ ખૂલ્યા હતા. અને થોડા સમય બાદ કંપનીના શેરની કિંમત 11.23 ટકા વધીને 1249 રૂપિયાના થઇ ગઈ હતી. જે રૂ. 1250ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે.

5. અદાણી ટોટલ ગેસના ભાવમાં 15 ટકાનો વધારો


અદાણી ગ્રુપની આ કંપનીના શેર  15.28 ટકાના વધારા સાથે 1197.95રૂપિયાએ ખુલ્યા પછી, શેરનો ભાવ ઇન્ટ્રા-ડે 1114.25 રૂપિયા ઘટી ગયો હતો.

6. અદાણી વિલ્મર લિમિટેડના ભાવમાં 6 ટકાનો ઉછાળો


BSE પર અદાણી વિલ્મરનો શેર 6 ટકાથી વધુના વધારા સાથે રૂ. 280.55 પર ખૂલ્યો હતો. કંપનીનો ઈન્ટ્રા-ડે હાઈ રૂ. 282 છે. કંપનીનું માર્કેટ કેપ 47,880.16 કરોડ રૂપિયા છે.

7. NDTVના શેરમાં 10 ટકાનો ઉછાળો


અદાણી ગ્રુપની મીડિયા સેક્ટરની આ કંપનીમાં આજે 10.84 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. BSEમાં કંપનીના શેર 274.90 રૂપિયાએ ખૂલ્યા હતા. જેની અત્યાર શુધીની સૌથી વધુ કિંમત 306.55 રૂપિયા છે.

8. ACC લિમિટેડના શેર 6 ટકા વધ્યા


આ સિમેન્ટ કંપનીના શેરના ભાવમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો છે. શેરની કિંમત આજે 6.72 ટકા જેટલી વધી છે. કંપનીનો ઇન્ટ્રા-ડે હાઇ રૂ 2717.40 છે.

9- અંબુજા સિમેન્ટ લિમિટેડના ભાવમાં 6 ટકાનો વધારો થયો છે


અદાણી ગ્રુપની આ કંપનીના શેરનો ભાવ આજે 6 ટકાથી વધુ વધ્યો છે. BSEમાં કંપનીના શેર રૂ. 665.05 એ ખૂલ્યા હતા. એ પછી કંપનીના શેર રૂ. 676.05 એ પહોંચીને 52 અઠવાડિયામાં સૌથી ઊંચા સ્તરે શેરની કિંમત પહોંચી હતી.


10-અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં  13 ટકાનો વધારો


આ કંપનીના શેરમાં આજે 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેર રૂ.2100ના સ્તરે ખૂલ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કંપનીના શેરની કિંમત 13.49 ટકા વધીને 2173.65 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.

(આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application