સવારે ૯ નંબરનું સિગ્નલ લગાવી દેતા વહિવટી તંત્ર ઉંધા માથે

  • June 12, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગમે ત્યારે વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના હોય, હવામાન ખાતા અને સરકારની સુચના અનુસાર મુખ્યમંત્રીના સીધા આદેશથી આજે બપોરે ફરીથી ઇમરજન્સી રિવ્યુ મીટીંગ મળી રહી છે, ગમે ત્યારે વધુ લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે, સેનાની ત્રણેય પાંખના જવાનોને સ્ટેન્ડ-ટુના આદેશ આપી દેવાયા છે, ત્યારે સંભવીત વાવાઝોડુ વધુ નુકશાન કરે તેવી શકયતા હોય તમામ ખાતાના અધિકારીઓ સાથે સંકલન થઇ રહ્યું છે અને આજે બપોર બાદ કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય સચિવ રાજકુમાર સાથે જામનગર, દ્વારકા સહિતના જિલ્લામાં જે સ્થિતિ છે તેનું વિડીયો કોન્ફરન્સમાં અવલોકન કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ તમામ સ્થિતિને જાણ કરાશે.
**
ઓખાના દરિયામાં કોસ્ટગાર્ડનું સઘન પેટ્રોલીંગ: ગોમતીઘાટ, શિવરાજપૂર બીચ બંધ કરાયા
વાવાઝોડાના પગલે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં પેટ્રોલીંગ શરુ કરી દેવામાં આવ્યું છે, મોટાભાગની ફીશીંગ બોટો દરિયા કિનારે આવી ચુકી છે, ગઇકાલે દ્વારકાના દરિયામાં ૧૫ થી ૨૦ ફુટ મોજા ઉછળતા ગોમતીઘાટ તેમજ શિવરાજપુર બીચ પર આવવા-જવા કલેકટરે પ્રતિબંધ મુકી દીધો છે, આજે ૯ નંબરનું સિગ્નલ લાગી જતાં દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application