સવાદીષ્ટ ભોજનના બદલે પેસેન્જર લંચ બોક્સમાં સાપ અને ગરોળી પેક કરીને પહોંચ્યો

  • January 14, 2023 02:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

દુનિયામાં તમને દરરોજ કંઈક એવું સાંભળવા કે જોવાનું મળે છે, જે તમે તમારા સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હોય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ટિફિનમાં સાપ અને ગરોળી લઈને જાય છે.આ વ્યક્તિ લંચ બોક્સમાં ત્રણ ગરોળી અને બે સાપ લઈને જઈ રહ્યો હતો. જ્યારે અધિકારીઓએ ચેકિંગ દરમિયાન તેની તપાસ કરી તો તે પણ ચોંકી ગયાં અને વિચારવા લાગ્યા કે શા માટે તે ફોઈલ પેપરમાં ટેસ્ટી ખોરાક લઈ જવાને બદલે સાપ અને ગરોળીને પેક કરીને લી જાય છે?

આ વ્યક્તિએ લંચ બોક્સમાં ત્રણ ગરોળી અને બે સાપને ટીનફોઈલમાં લપેટીને છુપાવી દીધા હતા. જ્યારે ઇઝરાયેલ એરપોર્ટ પર કસ્ટમ્સ ઇન્સ્પેક્ટરોએ તેના સામાનની તપાસ શરૂ કરી, ત્યારે તેમને લંચ બોક્સ મળ્યું. તેણે બોક્સ ખોલતાની સાથે જ તેને એક મોજાની અંદર સાપ અને બીજા મોજાની અંદર ગરોળી જોવા મળી, જેને જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જે રીતે વ્યક્તિએ લંચ બોક્સમાં સાપ અને ગરોળી પેક કરી હતી, તેનાથી કોઈને શંકા ન હતી કે અંદર સાપ કે ગરોળી હોઈ શકે છે.

આ વ્યક્તિ હંગેરીથી પરત ફરી રહ્યો હતો. ઇઝરાયેલના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કૃષિ મંત્રાલયના નિરીક્ષકો, કસ્ટમ્સ ડિરેક્ટર, નેચર એન્ડ પાર્ક્સ ઓથોરિટી અને બોર્ડર ગાર્ડ વચ્ચેના સહકારને કારણે બચાવ કરવામાં આવ્યો છે.' હવે વન્યજીવોને તેના દેશમાં પરત કરવામાં આવ્યા છે.  વ્યક્તિને 2 વર્ષની જેલ પણ થઈ શકે છે. આ પહેલા પણ એક મહિલા બેગમાં સાપ લઈને જતી પકડાઈ હતી,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application