ખાડા પાસે બેરીકેડ લગાવવાથી રોડ બ્લોક થઇ જવાની શકયતા હતી: આરોપીનો લુલો બચાવ

  • February 23, 2023 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે આરએમસી દ્વારા બ્રિજની બાજુમાં રોડની વચ્ચે ખોદાયેલા ખાડામાં પટકાતા એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજયું હતું. આ ઘટનામાં પોલીસે ખાડા ખોદનારને ઝડપી લીધા બાદ એન્જિનિયર અને સુપરવાઈઝરની ધરપકડ કરી છે.પુછતાછમાં ખાડા પાસે પતરાથી બેરીકેડ લાગવવાથી રોડ બ્લોક થઇ જાય તેમ હોય માટે ન બેરીકેડ ન લગાવ્યા હોવાનો તર્કવિહિન બચાવ કર્યો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માધાપર ચોકડી પાસે ધ સ્પેશ એપાર્ટમેન્ટમાં રહેતો અને ચશ્માની દુકાનમાં કામ કરતો હર્ષ અશ્વિનભાઈ ઠક્કર (ઉ.વ.રપ) બાઈક લઈને નોકરીએ જતો હતો ત્યારે રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બ્રિજની બાજુમાં મનપા દ્વારા ખોદવામાં આવેલા આંઠ ફુટ લાંબા, ચાર ફુટ પહોળા અને ત્રણેક ફુટ ઉંડા ખાડામાં પટકાતા તેના શરીરમાં લોખંડના સળીયા ઘુસી જતા કમકમાટીભર્યું મોત નિપજયું હતું.ગાંધીગ્રામ પોલીસે હર્ષના પિતા અશ્વિનભાઈની ફરિયાદ પરથી મનપાના જવાબદાર સ્ટાફ સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


દરમિયાન ગઈ તા. 19 ના રોજ ગાંધીગ્રામ પોલીસે ખાડાના પેટા કોન્ટ્રાકટર કિશોર પાલાભાઈ જાદવ (ઉ.વ.પ9, રહે. પારેવડી ચોક, મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં-1) ની ધરપકડ કયર્િ બાદ જેલહવાલે પણ કરી દીધો હતો.

બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા તથા ટીમે આ મામલે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. જેમાં એન્જિનિયર નીલ ભરતભાઈ મારડીયા(ઉ.વ. 23 , રહે. આરબીએલ કેમ્પ, કાલાવડ રોડ, મુળ અગતરાય, તા.કેશોદ) અને સુપરવાઈઝર મીત રમેશભાઈ શ્યારા (ઉ.વ. 23, રહે. આરબીએલ કેમ્પ, કાલાવડ રોડ, મુળ પાટીદળ, તા.ગોંડલ)નો સમાવેશ થાય છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે રણજીત બિલ્ડકોનના ડાયરેકટર ગૌરવ પટેલે તેજશ અમૃતલાલ પટેલને પાવર ઓફ એટર્ની દ્વારા કામ સોપ્યું હતું. જેના આધારે તેજશે ખાડા ખોદવાનો પેટા કોન્ટ્રાકટ કિશોરને આપ્યો હતો.હાલ પકડાયેલા બંને આરોપીઓની પોલીસે પુછતાછ કરતા બ્રિજ પાસે જયાં ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં બેરીકેડ લગાવવાથી રોડ બ્લોક થઇ જાય તેમ હોય અને ટ્રાફિકજામ થઇ જાય તેમ હોવાથી આવા બેરીકેડ ન લાગાવ્યા ન હોવાનો લુલો બચાવ કર્યો હતો.બીજી તરફ આ મામલે અન્ય કોઇ જવાબાદારોએ ધ્યાન દોર્યું હતું કે કેમ?તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.જો તેમાં કોઇની બેદરકારી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી દશર્વિી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application