લાલપુર તાલુકાના માધુપુર ગામના શખ્સનો પોકસોના કેશમાં નીર્દોશ છુટકારો 

  • November 10, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના માધુપુર ગામના શખ્સનો પોકસોના કેશમાં નીર્દોશ છુટકારો 

ભોગબનનારના પીતા દ્વારા ફરીયાદ આપેલ કે, આરોપી ગીરીશ ખીમાભાઈ બગડા તેની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી અને તેણી સાથે બળાત્કાર કરેલ છે અને ગર્ભવતી થયેલ જેના અનુસંધાને લાલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(૨) તથા બાળકોને રક્ષણ આપતો અધીનીયમ (પોકસો) ૨૦૧૨ ની કલમ ૪,૬ મુજબ ગુનો દાખલ આરોપીની ધરપકડ કરી ચાર્જસીટ કરવામાં આવેલ. 

ઉપરોકત ગુનાનો કેસ ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરવા ૨૮ સાહેદ અને ૩૩ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરેલ છે તેવી રજુ આત કરેલ. જયારે આરોપીના વકીલ અશોક એચ. જોશીએ પુરાવાના અંતે એવી દલીલ કરેલ કે ફરીયાદ પક્ષના તમામ સાહેદો તેમજ ખુદ ફરીયાદી દેશને સાબીત કરવામાં નીષ્ફળ ગયેલ છે અને જયારે ફરીયાદીનો પુરાવો કેશને સમર્થન આપતો ન હોય ત્યારે માત્ર પોલીસ અધિકારીએ કરેલ કામગીરી સ્વરૂપનો પુરાવો ધ્યાને લઈ અને ગંભિર ગુન્હામાં આરોપીને સજા કરી શકાય નહી. જેથી ફરીયાદપક્ષ પોતાનો કેશ શંકા રહિત સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા જોઈએ તેવી દલીલ કરેલ. 

ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના સ્પેશ્યલ સેસન્સ જજ એ.એ.વ્યાસ સાહેબે આરોપી ગીરીશ ઉર્ફે દીલો ખીમાભાઈ બગડાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ. 

આ કામે આરોપી તરફે વકિલ અશોક એચ. જોશી રોકાયેલ હતા.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application