PM મોદી પહોંચ્યા, મોસ્કો થયું ભવ્ય સ્વાગત, એરપોર્ટ પર અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • July 08, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની રાજધાની મોસ્કો પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ સાથે 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીતની પણ અપેક્ષા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની રાજધાની મોસ્કો પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ સાથે 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચી ગયા છે. તેમનું વિમાન મોસ્કો એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાન માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોસ્કો એરપોર્ટ પર પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેમના માટે ખાસ સ્વાગત કાર્યક્રમ પણ છે.


રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. તે એક ખાનગી ડિનર હશે, જે પુતિને મોસ્કોની બહારના ભાગમાં, હોલિડે હોમ તરીકે ઓળખાતા ડાચ ખાતે ગોઠવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News