સોરઠીયાવાડી પાસે શ્વાનના ટોળાંનો માસૂમ બાળક પર હુમલો: સારવારમાં

  • December 22, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં મહાપાલિકા જાણે સાવ નિર્મલ્ય કે આ કરડાવ કુતરા સામે કાંઉ કાંઉ કરતી જેવી સ્થિતિમાં હોય તે રીતે શ્ર્વાનોનો આતકં યથાવત જેવો છે. જંગલેશ્વવર વિસ્તારમાં બાળકીને ફાડી ખાધા બાદ વધુ એક બાળકને બચકા ભર્યાની ઘટના પછી પણ મહાપાલિકાનું તત્રં અઘોરીની અવદશા જેવું કે આળશુ હોય તેમ સોરઠીયાવાડી સર્કલ પાસે આજે ૪ વર્ષના બાળક પર શ્ર્વાનના ટોળાએ હલ્લાબોલ કરી બચકા ભરી લેતાં ઈજાગ્રસ્ત બાળકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિસ્તારવાસીઓમાં તંત્રની નાલેશી સામે ભારે રોષ ભભુકયો છે.


કોઠારીયા રોડ પર સોરઠીયાવાડી સર્કલ નજીક માસ્તર સોસાયટીમાં  પંચરત્ન સ્ટીલ નામની પેઢીમાં નોકરી કરતા અને ત્યાં જ કમ્પાઉન્ડમાં રહેતા શ્રમીક નેપાળી પરિવારનો ૪ વર્ષનો પુત્ર  નિરંજન નવિન નેપાળી ધો.૧માં ઘર નજીક આવેલી સ્કુલમાં અભ્યાસ કરે છે. આજે બપોરના સમયે સ્કૂલેથી ઘેર આવી રહ્યો હતો. સાથે માતા ઉર્મિલાબેન પણ હતા. સોરઠીયાવાડી પાસે ચાર શ્ર્વાન અચાનક ધસી આવ્યા હતા અને બાળક પર તુટી પડયા હતા. બાળકને હાથ અને શરીરના ભાગે બચકા ભરી લીધા હતા. સાથે રહેલી માતાએ પુત્રને બચાવવા શ્ર્વાનને ખદેડવા પ્રયાસ કર્યેા હતો અને હો હા દેકારો મચાવ્યો હતો. તેથી આસપાસના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. બાળકને બચકા ભરી રહેલા શ્ર્વાન પર પથ્થર અને અન્ય વસ્તુના ઘા કરતા ચારેય શ્ર્વાન ત્યાંથી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિનદહાડે બપોરના સમયે માતાની આંગળીએ રહેલા બાળકને શ્ર્વાનોએ કરડી લેતાં વિસ્તારવાસી રહેવાસીઓમાં ભારે રોષ સાથે ફફડાટ ફેલાયો હતો. વાલીઓમાં એવી ચિંતા પ્રસરી હતી કે, મોટા સાથે હોય તો પણ શ્ર્વાનો આવી રીતે બાળકો પર હત્પમલો કરતા અચકાતા નથી તો બાળકોને હવે એકલા ઘર બહાર પણ કેમ મુકી શકાય ? જયારે પણ આવી ઘટના બને ત્યારે મહાપાલિકાનું તત્રં ચીપીયા ખખડાવતું દોડી આવે અને આવા એક–બે રખડુ શ્ર્વાનને પકડીને ફરી હતા એ ને એ સ્થિતિમાં આવી જતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application