શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની સદી પાણીમાં, ભારતીય ટિમની પ્રથમ વનડેમાં 67 રનથી થઇ ધમાકેદાર જીત

  • January 11, 2023 03:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 

ગુવાહાટી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતાં. અને ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

વિરાટ કોહલીએ તેની 45મી ODI સદી ફટકારી 

આ પહેલા ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 45મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 73મી સદી છે. વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા હતા. ભારતીય કેપ્ટને 67 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 60 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application