મહિલા જુનિયર હોકી એશિયા કપમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ફાઇનલમાં 4 વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવી બની ચેમ્પિયન

  • June 11, 2023 08:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા જુનિયર હોકી એશિયા કપ 2023 જાપાનના કાકામિગહારા ખાતે આયોજિત મહિલા જુનિયર હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં રવિવારે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રોમાંચક મુકાબલો થયો. ભારતે દક્ષિણ કોરિયાને હરાવીને પ્રથમ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.


મહિલા જુનિયર હોકી એશિયા કપની ફાઈનલ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. જાપાનના કાકામિગહારા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારતે દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ભારત તરફથી અન્નુ અને નીલમે એક-એક ગોલ કર્યા હતા. જ્યારે કોરિયા માટે સિઓન પાર્કે એકમાત્ર ગોલ કર્યો હતો.



જાપાનના કાકામિગહારામાં આયોજિત મહિલા જુનિયર હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં રવિવારે ભારત અને દક્ષિણ કોરિયાનો રોમાંચક મુકાબલો થયો હતો. ભારતે રમતની શરૂઆતની મિનિટમાં પેનલ્ટી કોર્નર જીતીને આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ તેને ગોલમાં પરિવર્તિત કરી શક્યું ન હતું. જો કે, દક્ષિણ કોરિયાએ પણ વળતો હુમલો કર્યો પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહી. બંને ટીમોની આક્રમક રમત છતાં પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત સમાપ્ત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application