ભારતીય રેલવે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન 6556 વિશેષ ટ્રેનો દોડાવશે

  • October 08, 2024 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે.


ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે. તહેવારો દરમિયાન દર વર્ષે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલવે  માં સૌથી વધુ છે.


નોંધનીય છે કે દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન દેશભરમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે, ભારતીય રેલવે એ આ વર્ષે ફરીથી આ સ્પેશિયલ  ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. આગામી બે મહિનામાં આ સ્પેશિયલ ટ્રેનો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડશે. ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ કુલ 4429 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી, જેમાં લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળ્યો હતો.


દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવે છે. આ તહેવારો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે માત્ર ધાર્મિક મહત્વ ધરાવતા નથી, પરંતુ તેમના પરિવારોને મળવાની એક મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડે છે. 

તહેવારોની સિઝનમાં મુસાફરોના ભારે ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ભારતીય રેલ્વે આ વર્ષે તહેવારોની સિઝનમાં ફરી એકવાર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે.


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ વર્ષે પશ્ચિમ રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા ઑક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 સુધી કુલ 2315 ટ્રિપ્સ સાથે 106 સ્પેશ્યિલ ટ્રેનોને સૂચિત કરી છે. છે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ વગેરે જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે  મુંબઈથી દેશના વિવિધ ભાગોમાં 14 જોડી સ્પેશ્યિલ ટ્રેનો ચલાવી રહી છે. ઉપરાંત, મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધના, વાપી, વલસાડથી 14 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 21 જોડી ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે તેમજ મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર, ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News