સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના સમર્થનમાં ભારતીય-અમેરિકનોએ કાઢી શાંતિ રેલી

  • March 25, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા સમય પૂર્વે સેન ફ્રાન્સિસ્કોમાં અલગતાવાદી શીખોએ ભારતીય વાણિજ્ય દુતાવાસ પર હમલો કરી તોડફોડ કરી હતી ત્યારે ભારતની એકતા બતાવવા માટે મોટી સંખ્યામાં ભારતીયોએ સેન ફ્રાન્સિસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં તિરંગો લહેરાવી શાંતી રેલી કાઢી હતી.

ખાલિસ્તાન સમર્થક એક જૂથે ભારતીય વાણિજ્ય દુતાવાસ પર હમલો કરી ત્યાં તોડફોડ કરી હતી તેમજ ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કયર્િ હતા. તેમજ સુરક્ષા ભંગ કરી ખાલિસ્તાનની ઝંડા લગાવ્યા હતા. પરંતુ વાણિજ્ય દુતાવાસના કર્મચારીઓએ ટૂંક જ સમયમાં તે ઝંડાઓને હટાવી દીધા હતા. આ ઘટનાના વિરોધમાં ભારત સાથે એકતા બતાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ સેન ફ્રાન્સિસ્કો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં તિરંગો લહેરાવી એકતા પ્રદર્શન કર્યુ હતું.


એકતા પ્રદર્શન દરમિયાન લોકોએ અલગતાવાદી શીખોની વિનાશક પ્રવૃતિઓની નિંદા કરી હતી. આ દરમિયાન કેટલાંક અલગતાવાદી શીખો પણ ત્યાં હાજર હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર રહી હતી. કેટલાંક અલગતાવાદી શીખોએ ખાલિસ્તાન સમર્થનમાં સૂત્રોચ્ચાર કયર્િ હતા પરંતુ મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા અને અમેરિકાના ધ્વજન સાથે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો ભારતીય-અમેરિકનો ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોુસ્યુલેટ જનરલની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અંગે ભારતે દિલ્હીમાં અમેરિકન એમ્બેસેડર સમત્ર સખત વિરોધ નોંધાવ્યો હતો. નવીદિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકન સરકારે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટેના યોગ્ય ઉપાય કરવા જોઈએ અમેરિકામાં અંદાજીત 42 લાખ ભારતીય મુળના લોકો રહે છે. ભારતીય મૂળના લોકોની વસતી અમેરિકામાં સમગ્ર એશિયામાં સૌથી વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application