અમેરિકામાં ભારતીય મૂળના જજને નાની ભૂલ માટે જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. આરોપ એવો છે કે ફોર્ટ બેન્ડ કાઉન્ટીના ન્યાયાધીશ કે.પી. જ્યોર્જે તેમની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર પોતાના વિશે ખોટી માહિતી જાહેર કરી હતી. જેથી તેને ગુરુવારે સાંજે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ફોર્ટ બેન્ડ કાઉન્ટીના ન્યાયિક રેકોર્ડ્સ અનુસાર, જજ તરીકેની ચૂંટણી દરમિયાન મતદારોને આકર્ષિત કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાને લીધે સાંજે 7:17 વાગ્યે જ્યોર્જ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યોર્જના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને વ્યક્તિગત બોન્ડ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તેણે નિર્ધારિત સમયે કોર્ટમાં હાજર રહેવા માટે લેખિત કરાર આપવો પડશે અને સહી કર્યા બાદ મુક્તિની તમામ શરતોનું પાલન કરવું પડશે.
2022માં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન, જ્યોર્જે દાવો કર્યો હતો કે તે "જાતિવાદી અને ઝેનોફોબિક" હુમલાઓનો ભોગ બન્યા હતા. જો કે, સહાનુભૂતિ અને સમર્થન મેળવવા માટે તેણે આવું કર્યું હોવાના આરોપો છે. ભારતથી પરત ફર્યા બાદ જ્યોર્જના ઘરે વોરંટ મોકલવામાં આવ્યું હતું. તેણે તેના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ તરલ પટેલ સાથે મળીને આ છેતરપિંડી કરી હતી. પટેલે સહાનુભૂતિ મેળવવા માટે પોતાની અને જ્યોર્જ પર હુમલો કરવા માટે નકલી પ્રોફાઇલ્સ બનાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech