દેશનાં ઉચ્ચ ઉધોગ મંડળ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (પીએચડીસીસીઆઈ) એ જણાવ્યું હતું કે, ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭ ટિ્રલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને એશિયા–પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત થશે. આ પૃથ્થકરણ જીડીપી વૃદ્ધિ, નિકાસ વૃદ્ધિ, કુલ રાષ્ટ્ર્રીય બચત, કુલ રોકાણો અને દેવું થી જીડીપી ગુણોત્તર સહિતના મુખ્ય મેક્રો ઇકોનોમિક સૂચકાંકો પર આધારિત હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
પીએચડીસીસીઆઈના વડા સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સતત જીડીપી વૃદ્ધિ દર ૭ ટકા કરતાં વધી જવાથી અને ચાલુ વર્ષમાં પણ આ વલણના અનુમાનિત સાતત્ય સાથે, અર્થતત્રં ૨૦૨૪માં જ ૪ ટિ્રલિયન ડોલરને વટાવી જવાની ધારણા છે અને ત્યારબાદ ૨૦૨૫માં આગામી સ્તર પર પહોચશે.૨૦૨૬–૨૭ સુધીમાં ૫ ટિ્રલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે, આ ઉપરાંત, અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતનું અર્થતત્રં સ્થિતિસ્થાપક છે.
ભૌગોલિક રાજકીય સંઘર્ષેા વિશ્વને પુન: આકાર આપી રહ્યા છે, વૈશ્વિક મૂલ્ય જુના સંબંધોને વિક્ષેપિત કરી રહ્યા છે અને ફુગાવાનું દબાણ વિશ્વભર માટે ચિંતાનું કારણ છે છતાં ભારતનું ભૌગોલિક રાજકીય મહત્વ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, આંતરરાષ્ટ્ર્રીય સંસ્થાઓ તરફથી ભારત પ્રશંસા મેળવી રહ્યું છે, તેમ અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત, ઉધોગ મંડળ ૨૦૨૪માં ફુગાવો સરેરાશ ૪.૫ ટકાની આસપાસ રહેવાની અપેક્ષા રાખે છે અને મધ્યસ્થ બેન્ક રેપો રેટમાં ૧૦૦ બેસિસ પોઈન્ટસનો ઘટાડો કરે તેવી અપેક્ષા દર્શાવે છે, જે તેને ૨૦૨૪ના અતં સુધીમાં ૫.૫ ટકા પર આવશે.
યારે, ૨૦૨૪માં બજારો સ્થિતિસ્થાપક રહેવાની ધારણા છે, જેમાં નિટી ૫૦ ઇન્ડેકસ અને સેન્સેકસ અનુક્રમે ૨૫,૦૦૦ અને ૭૫,૦૦૦ને વટાવી જવાની સંભાવના છે, જે ભારતીય અર્થતંત્રના વિવિધ વૃદ્ધિ–આશાજનક ક્ષેત્રો માટે સરકાર દ્રારા સતત સુધારાની પ્રક્રિયાને કારણે સંભવ બનશે તેમ અહેવાલમાં જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech