એમએસસીઆઈ ઇકિવટી ઇન્ડેકસમાં ભારતે પહેલીવાર ચીનને પછાડયુ

  • September 18, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એમએસસીઆઈ ઇમજિગ માર્કેટ ઇન્ડેકસમાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. આ કારણે ભારતમાં ઘણું વિદેશી રોકાણ થવાની આશા છે. ૨૦૨૦થી બેન્ચમાર્ક ઇન્ડેકસમાં બંને દેશોના વેઇટેજમાં તફાવત સતત ઘટી રહ્યો હતો તેથી ભારત લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. મોર્ગન સ્ટેનલીએ એક નોંધમાં જણાવ્યું હતું કે એમએસસીઆઈ રોકાણ કરી શકાય તેવા લાર્જ, મિડ– અને સ્મોલ–કેપ ઇન્ડેકસમાં ભારતનું વેઇટેજ વધીને ૨.૩૫ ટકા થયું છે, જે ચીનના ૨.૨૪ ટકાના વેઇટેજ કરતાં વધુ છે. ભારત હવે વિશ્વનું છઠ્ઠત્પં સૌથી મોટું ઊભરતું બજાર છે. તે ફ્રાન્સથી થોડું પાછળ છે. હાલ ફ્રાન્સનું વેઇટેજ ૨.૩૮ છે.
મોર્ગન સ્ટેનલીએ એક નોંધમાં જણાવ્યું હતું કે એમએસસીઆઈ આઈએમ (રોકાણ કરી શકાય તેવું લાર્જ, મિડ અને સ્મોલ કેપ) અનુસાર ભારત હવે સૌથી મોટું એએમ બજાર છે. યારે ૨૦૨૧માં ટોચ પર પહોંચ્યા બાદ ચીનનું વેઇટેજ ઝડપથી ઘટી ગયું છે.
મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે ઉત્તમ આઉટપરફોર્મન્સ, નવા ઈશ્યુ અને લીકવીડીટીમાં સુધારાને જોતાં ભારતના સ્ટોકમાં વધારો ચાલુ રહેશે. તે તેના પેન–એશિયા એએમ એસેટ એલોકેશનમાં ભારત પર 'ઓવરવેઇટ' અને ચીન પર અન્ડરવેઇટ રહે છે. ભારતનો નોર્મલ જીડીપી ગ્રોથ રેટ હાલમાં ચીન કરતાં ત્રણ ગણો વધુ છે.
યારે યુએસ ફેડરલ રિઝર્વ દરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે ત્યારે ભારતે નિર્ણાયક સમયે ચીનને પાછળ છોડી દીધું છે. યુએસ સેન્ટ્રલ બેંક દ્રારા રેટ કટના કારણે ઇમજિગ માર્કેટમાં ઇન્લો વધશે. ભારતને આનાથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે.
૨૦૨૦ પછી ઇમજિગ માર્કેટમાં ચીનનો પ્રભાવ ઓછો થયો છે. તે સમયે તેનો એમએસસીઆઈ આઈએમ ઇન્ડેકસમાં ૪૦% હિસ્સો હતો. યારે ભારતની હાજરી ઝડપથી વધી છે. મે મહિનામાં, ઈએમ ઇન્ડેકસમાં ભારતનું વેઇટેજ ૧૮.૮% થી વધીને રેકોર્ડ ૧૯.૪% થયું. યારે ચીનનું વેઇટેજ ૨૫.૪% થી ઘટીને ૨૪.૨% થયું હતું.
આ મહિનાની શઆતમાં, ભારતે ચીનને પાછળ છોડી એમએસસીઆઈ આઈએમ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેકસમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતો દેશ બન્યો હતો. એમએસસીઆઈ ઈન્ડેકસ– મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ ઈન્ડેકસએ આંતરરાષ્ટ્ર્રીય રોકાણકારો માટે બેન્ચમાર્ક છે, જે કંપનીઓની કામગીરી દર્શાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો આ ઇન્ડેકસથી પ્રભાવિત છે.
સ્થાનિક શેરો જે વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે તેના કારણે સેન્ટિમેન્ટને અસર થઈ શકે છે. ભારત તેના હરીફો કરતાં વધુ મોંઘું બજાર બન્યું છે. ભારતમાં બ્રોડર માર્કેટ બેન્ચમાર્ક ઇન્ડેકસ કરતાં વધુ મોંઘું છે. નિટીના પ્રાઇસ–ટુ–અનિગ્સ રેશિયો વેલ્યુ ૨૪.૪ છે. યારે સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેકસ વેલ્યુ ૩૪.૫.૬ અને ૪૬.૮ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News