એક દાયકામાં ૧૦ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગે ભારત

  • January 16, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદી, ભૌગોલિક રાજકીય તણાવ અને નબળું પડતું વૈશ્વિક રોકાણ ચક્ર હોવા છતાં વલ્ર્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્ગે બ્રેન્ડે ભારતની વિકાસયાત્રાની સફર અંગે આત્મવિશ્વાસ ધરાવે છે. દાવોસમાં સોમવારથી શ થયેલા ૫૪માં વલ્ર્ડ ઈકોનોમિક ફોરમની પાંચ દિવસીય ઈવેન્ટના પહેલા દિવસે મીડિયા સાથે વાત કરતા બ્રેન્ડે કહ્યું હતું કે, તમામ પડકારો વચ્ચે વર્તમાન વર્ષમાં ભારતનો વિકાસ દર આઠ ટકા રહી શકે છે. આ વાતચીત દરમિયાન બ્રેન્ડે કહ્યું હતું કે, હત્પં ભારતને એક દાયકામાં અથવા આગામી બે દાયકામાં ૧૦ ટિ્રલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતું જોઈ રહ્યો છું. દાવોસમાં ભારતની મહત્વની હાજરીને ઉજાગર કરતા બ્રેન્ડેએ કહ્યું કે, અહીં હાજર ત્રણ કેન્દ્રીય મંત્રીઓની બેઠકની બહાર પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, યારે અંદર ૧૦૦ લોકો માટે બેઠક વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને અમે ભારતીય પ્રતિનિધિઓને ચર્ચા માટે એક મોટી જગ્યા આપવા પર વિચાર કરી રહ્યા છીએ. બીજી તરફ દાવોસમાં એકઠા થયેલા ૮૩ દેશોના રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકારોએ પણ કહ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં ભારત કેન્દ્રીય ભૂમિકા ભજવી શકે છે.

ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કરતાં ડબલ્યુઇએફ પ્રમુખ બ્રેન્ડે કહ્યું હતું કે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા બાકીના વિશ્વ કરતાં બમણી ઝડપથી વધી રહી છે. બ્રેન્ડે જણાવ્યું હતું કે, ભારત તેની ડિજિટલ અર્થવ્યવસ્થા અને સેવાઓની નિકાસને કારણે વિશ્વમાં એક અગ્રણી અને મહત્વપૂર્ણ દેશ છે. પરંતુ ભારતે શિક્ષણ અને ભંડોળ સંબંધિત સુધારા ચાલુ રાખવા પડશે. બ્રેન્ડેએ કહ્યું કે, જો ભારતનો વેપાર ફરીથી વધે છે અને ૨૦૨૫માં ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી થોડી મદદ મળે છે, તો ભારત મધ્યમથી લાંબાગાળામાં ૧૦ ટિ્રલિયન ડોલરનું અર્થતત્રં બની શકે છે.
મંગળવારથી શ થયેલા વાર્ષિક આયોજનમાં ભારતના લાઉન્જ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. આયોજન સ્થળના પરિસરમાં વિશ્વભરના દેશો અને કંપનીઓ દ્રારા લગભગ ૭૦ લાઉન્જની સ્થાપના કરવામાં આવી છે. તેમાંથી ભારતે લગભગ ૧૨ લાઉન્જ સ્થાપિત કર્યા છે. જેમાંથી સૌથી પ્રસિદ્ધ લાઉન્જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઈન્ડિયા એંગેજમેન્ટ સેન્ટર અને મહારાષ્ટ્ર્ર, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકના લાઉન્જ તેમજ ટીસીએસ, ઈન્ફોસીસ અને વિપ્રો તથા એચસીએલ જેવી આઈટી કંપનીઓના લાઉન્જ છે, યાં એઆઇ પાવરની સાથે ભારતની ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ રજૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વેલીડ લાઉન્જની થીમ નોંધનીય છે. આ લાઉન્જની થીમ રાખવામાં આવી છે કે વિકાસ માટે મહિલાઓમાં રોકાણ કરવું જરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application