જી–૨૦ દેશોમાં પેરિસ સમજૂતી કરારને પૂર્ણ કરનાર ભારત પહેલો દેશ: વડાપ્રધાન મોદી

  • February 11, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. તેઓએ પેરિસથી ઇન્ડિયા એનર્જી વીક ૨૦૨૫ની ઉજવણીને લઈને સંબોધન કયુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષમાં ભારત ૧૦મીથી પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમજ સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા પણ ૩૨ ગણી વધી છે. ભારત દેશ દરેક સેકટરમાં ઝડપથી વિકસી રહ્યો છે. આગામી બે દાયકા ભારત માટે મહત્ત્વના છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતાં વિશ્વાસ છે કે, આપણે એનર્જી સેકટરમાં ગ્રોથ માટે મૂકેલા લયાંક પહેલાં જ હાંસલ કરી લઈશું. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર એનર્જી ઉત્પન્ન કરનારો દેશ છે. આપણી નોન–ફોસિલ ક્ષમતા ત્રણ ગણી વધી છે. પેરિસ સમજૂતી કરારને પૂર્ણ કરનાર જી–૨૦ દેશોમાં ભારત પહેલો દેશ છે. આજે ભારત ૯૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરી રહ્યું છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે આગામી બે દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી પાંચ વર્ષમાં અનેક માઈલસ્ટોન પાર કરવાના છે. જેમાં એનર્જી સેકટરના ઘણા લયાંકો ૨૦૩૦ની સમયમર્યાદા સાથે પૂરા કરવાના છે. ૨૦૩૦ સુધીમાં ભારત ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવા માગે છે. ભારતે ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લય મૂકયું છે. ૨૦૩૦ સુધીમાં ૫૦ લાખ મેટિ્રક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં જે હાંસલ કયુ છે તેનાથી અમને વિશ્વાસ અપાવ્યો છે કે, અમે આ લયોને સમય મર્યાદા પહેલાં હાંસલ કરી લઈશું.
મોદીએ વધુમાં ઉમેયુ કે, વિશ્વના દરેક એકસપર્ટ કહી રહ્યા છે કે, ૨૧મી સદી ભારતની સદી છે. ભારત પોતાનો જ નહીં, પણ વિશ્વના ગ્રોથને પણ વેગ આપી રહ્યો છે. જેમાં આપણા એનર્જી સેકટરની ભૂમિકા મહત્ત્વની રહી છે. ભારતની એનર્જી મહત્ત્વાકાંક્ષાઓ પાંચ પિલર પર નિર્ભર છે. પ્રથમ આપણી પાસે રિસોર્સ છે, જે આપણને વેગ આપે છે. બીજું આપણે બ્રિલિયન્ટ માઈન્ડને ઈનોવેશન માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ત્રીજું આપણી પાસે આર્થિક અને રાજકીય સ્થિરતા છે અને ચોથુ ભારત પાસે જિઓગ્રાફિક સ્થિતિ છે. જે એનર્જી ટ્રેડને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. પાંચમું ભારત ગ્લોબલ સસ્ટેનેબિલિટી માટે પ્રતિબદ્ધ છે. જેનાથી ભારતના એનર્જી સેકટરમાં નવી સંભાવનાઓ તૈયાર થઈ રહી છે.

રાફેલ અને સ્કોર્પિન સોદાથી ભારત અને ફ્રાન્સના વ્યૂહાત્મક સંબંધોને વેગ મળશે
૨૬ રાફેલ તેમજ ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનના નિર્માણ માટે બે મેગા સોદાઓને વચ્ર્યુઅલ રીતે અંતિમ સ્વપ આપવામાં આવતા, ફ્રાન્સ સાથે ભારતની વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ મળવાની તૈયારી છે, જે સામૂહિક રીતે લગભગ . ૧ લાખ કરોડ (યુરો ૧૦.૬ બિલિયન) ની કિંમતના હશે. સોમવારે યારે પીએમ નરેન્દ્ર મોદી પેરિસ જવા રવાના થયા, ત્યારે સરકારી સૂત્રોએજણાવ્યું કે ૨૨ સિંગલ–સીટ રાફેલ–એમ જેટ અને નૌકાદળ માટે ચાર ટીન–સીટ ટ્રેનર્સ માટે . ૬૩,૦૦૦ કરોડનો સોદો હવે સુરક્ષા માટેની કેબિનેટ સમિતિ પાસે છે, જે અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. મોદીની ફ્રાંસ મુલાકાત આ દ્રષ્ટ્રીએ પણ મહત્વની છે. ફ્રેન્ચ નેવલ ગ્રુપ સાથે મળીને માઝાગોન ડોકસ દ્રારા બનાવવામાં આવનારી ૩ વધારાની ડીઝલ–ઇલેકિટ્રક સ્કોર્પિન સબમરીન માટે . ૩૩,૫૦૦ કરોડનો સોદો ટૂંક સમયમાં આંતર–મંત્રીસ્તરીય પરામર્શ પછી સમિતિ પાસે જશે. બંને દેશો ફ્રેન્ચ કંપની સફ્રાન, જે ભારતમાં પહેલાથી જ હેલિકોપ્ટર એન્જિન બનાવે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application