વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે રિન્યૂએબલ એનર્જી સમિટને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે જનતાએ ૬૦ વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને ૧૦ વર્ષમાં પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં તેમાંથી ૪ કરોડ ઘર બનાવી દીધા છે . વડાપ્રધાન ત્રીજી ટર્મમાં નવા ૩ કરોડ ઘર બનાવવાનું કામ શ કરવામાં આવ્યું છે. ૧૦૦ દિવસમાં ૧૫થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેકટને મંજૂરી અપાઇ છે. ૧૦૦ દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત ૨૧મી સદીમાં શ્રે તક છે.
ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શઆત થઇ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શઆત થઇ છે. હવે ગુજરાતમાં ગ્રીન એનજીર્ની શઆત થઇ રહી છે.ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. સોલારની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ લાગ્યા હતો.
ગાંધીજીએ કલાઇમેટ ચેન્જ વિશે ત્યારે કામ શ કયુ હતુ. મહાત્મા ગાંધીનું આ વિઝન ભારતની મહાન પરંપરાનું પ્રતિક છે. ગ્રીન યૂચર, નેટ ઝીરો એ કોઈ ફેન્સી શબ્દો નથી, ભારત માટે આ એક કટિબદ્ધતા છે. ભારત માનવજાતના ભવિષ્યની ચિંતા કરનારો દેશ છે. વિશ્વને રસ્તો દેખાડતા અનેક પગલાં ભારતે લીધા છે. ભારત આવનારા ૧૦૦૦ વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યું છે. ભારતનું લય ટોચ પર પહોંચી ત્યાં ટકી રહેવાનું છે.
ભારતને ટોચની ૩ અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં ૧૦૦ દિવસમાં અમે અમાં વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે ૭ કરોડ ઘર બનાવી રહ્યા છીએ.
૨૦૪૭ સુધી વિકસિત દેશ બનાવવા શું જરી છે તે ખબર છે? આપણી પાસે કોલસા અને ગેસના ભંડાર નથી, આપણે સોલાર, હાઇડ્રોજન, ગ્રીન પાવર પર આગળ વધીશું. ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી મેળવવાનો લયાંક છે. તેના માટે ગ્રીન એનજીર્ને લોકજુવાળ બનાવી રહ્યા છીએ.
ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આર.ઈ ઇન્વેસ્ટમેન્ટ સમિટનુ ઉધ્ઘાટન કરવામા આવયુ હતુ. આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા મંદિરમાં આર.ઈ. ઇન્વેસ્ટ કાર્યક્રમમાં આવનાર તમામ રાજકીય નેતાઓ અને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યુ હતુ. વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત ક છું. આર.ઈ. ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશુ.આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે.
આ સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, પી.એમ.સૂર્યઘર યોજનાનો અભ્યાસ કરવો જોઇએ...જેનાથી ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો ક્રોત બનશે.૩.૨૫ લાખ ઘરોમાં સોલાર ફટોપ ઇન્સ્ટોલ થઈ ગયા છે. આ યોજનાના મળી રહેલા પરિવારો અદભૂત છે. લોકોનું વીજળીનું બિલ બચશે, વીજળી વેચી કમાણી થશે. ૨૧મી સદીના ઇતિહાસમાં ભારતની સોલારક્રાંતિ સવર્ણ અક્ષરે લખાશે. અહીંથી ૧૦૦ કિ.મી દૂર સોલાર ગામ છે મોઢેરા...મોઢેરા ગામની તમામ વીજળી જરિયાત સોલારથી ચાલે છે. ભારતના અનેક ગામોને મોઢેરા જેવા વિકસાવાઈ રહ્યા છે.
સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે. અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે. અયોધ્યાનું દરેક ઘર, ઓફિસ સોલાર એનજીર્થી ચાલે તે લયાંક છે. અયોધ્યામાં અનેક સુવિધાઓ સોલાર એનજીર્થી જોડાઇ છે. ભારતના ૧૭ શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવાશે. ખેડૂતોને સિંચાઇ માટે સોલાર પપં લગાવવા સહાય અપાય છે. ૨૦ હજાર કરોડના ખર્ચે ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્રારા આયોજિત ચોથી આર.ઈ–ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એકસપો નું ઉધ્ઘાટન કયુ છે. આ કાર્યક્રમ આજથી એટલે કે ૧૬થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ–ગાંધીનગર વચ્ચે મેટ્રો ફેઝ–૨નું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે ૧૬ સપ્ટેમ્બરે શુભારભં કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ–૨ મોટેરાથી ગાંધીનગર સેકટર–૧ સુધી કનેકટ થશે. એટલું જ નહીં પરંતુ મેટ્રો ફેઝ–૨ નો એક કોરિડોર ગિટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. જે મેટ્રોના બીજા ફેઝનો પીએમ મોદી અને રાયપાલ દેવવ્રત દ્રારા લીલી ઝંડી આપીને શુભારભં કરાવવામાં આવ્યો છે. મેટ્રો રેલ મુસાફરીમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાયપાલ આચાર્ય દેવ વ્રત તેમજ બાળકો જોડાયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેકટર ૧૬, સેકટર ૨૪ અને મહાત્મા મંદિર સુધી જશે. પીએમ નરેન્દ્ર મોદીએ ફેઝ ૨ નું ૨૦.૮ કિમીના કોરિડોર અને ૮ સ્ટેશનને ખુલ્લા મુકયા છે. મોઢેરાથી સેકટર ૧ સુધીના ૧૫.૪ કિમી અને ૬ સ્ટેશન અને ૫.૪ કિમીના ૨ સ્ટેશનના લીંક લાઈનનો સમાવેશ થાય છે. અમદાવાદ રેલ પ્રોજેકટ ફેઝ–૨ મોટેરા ગાંધીનગર વચ્ચે જોડાયેલ છે. ફેઝ ૨ એ અમદાવાદ મેટ્રો ફેઝ–૧ ના ઉત્તર–દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળનો વિસ્તાર છે
૫,૩૮૪ કરોડનો ખર્ચ
મેટ્રોની મુખ્ય લાઈન એ એપીએમસીથી મોટેરા લાઈનનું વિસ્તરણ છે અને મહાત્મા મંદિર સુધી જાય છે. યારે શાખા લાઇન જીએનએલયુથી શ થઇ ગિટ સિટી ખાતે પૂર્ણ થાય છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ ૨ રેલ લાઇનની કુલ લંબાઈ ૨૮.૨ કિમી છે. જેમાં ૨૨.૮ કિમી મુખ્ય લાઇન અને ૫.૪ કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇનમાં ૨૦ સ્ટેશન અને શાખા લાઇનમાં ૨ સ્ટેશન નો સમાવેશ થાય છે. મેટ્રો ફેઈઝ –૨ પ્રોજેકટની કુલ કિંમત રૂપિયા ૫,૩૮૪ કરોડ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech