ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ-એટેકથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. પોલીસ ભરતી માટે દોડ માટે આવેલો 36 વર્ષનો યુવાન 5 કિમીની દોડ લગાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તે મેદાન પર ઢળી પડ્યો હતો. આથી હાજર પોલીસ સ્ટાફ દોડી આવી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મૃતક યુવાન પોલીસ કોન્સ્ટેબલ હતો
પ્રાપ્ત વિગત મુજબ વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયો હતો. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech