રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ગઈકાલે લોક સાહિત્યકાર દેવાયત ખવડનો ડાયરો યોજાયો હતો. જોકે, ડાયરા દરમિયાન લોકો રૂપિયા ઉડાડવા સ્ટેજ પર ચડી જતા સ્ટેજ બેસી ગયું હતું. આથી થોડીવાર તો આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને લઈ દેવાયત ખવડે પોતાના અંદાજમાં રાજકોટવાસીઓને કહ્યું હતું કે, રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાંખે હો... જોકે, સ્ટેજ બેસી જવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
શિવતાંડવ ગાતા લોકો સ્ટેજ પર પહોંચ્યા
આજે વીર દાદા જશરાજ શૌર્યદિન નિમિતે લોહાણા સમાજ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની સાથે સાથે ગઈકાલે રાતે રેસકોર્ષ મેદાનમાં રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગૌ સેવાના લાભાર્થે લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. દેવાયત ખવડ દ્વારા રાત્રિના સમયે ડાયરાના અંતમાં હનુમાન ચાલીસા પૂર્ણ કરી શિવતાંડવ ગાવાની શરૂઆત કરી, ત્યારે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર આવી રૂપિયા ઉડાવતા હતા. આ સમયે અચાનક સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો હતો.
એક બાજુનો ભાગ બેસી જતા તુરંત શિવતાંડવ ગાવાનું અટકાવી દેવાયત ખવડ દ્વારા લોકોને સ્ટેજ પરથી નીચે ઊતરી જવા વિનંતી કરવામાં આવી હતી. એટલું જ નહિ આ પછી તેઓએ રાજકોટવાસીઓનાં વખાણ કરતાં કરતાં એવું પણ કહ્યું હતું કે, આ રંગીલું રાજકોટ છે યાર સ્ટેજ તો ભાંગી નાખે હો.
શહેર ભાજપના પૂર્વ પ્રમુખને શું કહ્યું?
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાની શરૂઆતમાં કમલેશ મીરાણી રૂપિયાની ઘોર કરવા આવ્યા હતા. આ સમયે દેવાયત ખવડે હસતાં હસતાં ટોણો મારતા કહ્યું કે, કમલેશભાઈ તમે તો આ શહેરના પ્રમુખ છો....10-10નાં બંડલ તમે ઘોર કરો સારું ન લાગે... 2000ની ગુલાબી નોટ બંધ થઇ ગઈ છે, પરંતુ 500વાળી તો ચાલુ છે, એ ઉડાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અંતરીક્ષમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech