ટેબલ ટેનિસમાં ભારતનું સ્વપ્ન 71 વર્ષે સાકાર થશે

  • September 16, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સને હવે માત્ર આઠ દિવસ બાકી છે. ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સની તૈયારીમાં વ્યસ્ત છે. જો ભારતીય ટેબલ ટેનિસની વાત કરીએ તો અચંતા શરથ કમલ અને મનિકા બત્રાની આગેવાની હેઠળની ટીમ આ વખતે 71 વર્ષના સ્વપ્ન ને સાકાર કરવા ના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત ટેબલ ટેનિસમાં અત્યાર સુધીમાં માત્ર બે બ્રોન્ઝ મેડલ જીતી શક્યું છે અને હજુ પણ તે પ્રથમ ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની 10 સભ્યોની ટેબલ ટેનિસ ટીમ હાંગઝોઉ ગેમ્સમાં
ભાગ લેશે.


હરમીત દેસાઈ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે હાલમાં જ તેની સર્વોચ્ચ ફોર્સ રેન્કિંગ હાંસલ કરી છે. જોકે ટીમના સ્ટાર ખેલાડીઓ જી સાથિયાન અને શરથ કમલનું ફોર્મ ચિંતાનું કારણ છે. બંને ખેલાડીઓ હાલમાં રેન્કિંગમાં ટોપ 100ની બહાર છે. મિક્સ ડબલ્સમાં આ ટીમ શરથ કમલની જગ્યાએ સાથિયાન સાથે બાર માનિકાને મેદાનમાં ઉતારશે.
 એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ચીનનો દબદબો છે


એશિયન ગેમ્સ ટેબલ ટેનીસના પડકાર ઘણો અઘરો છે. આ રમતોમાં વિશ્વના મોટા ભાગના ટોચના ખેલાડીઓ ભાગ લે છે. આ સ્પધર્મિાં ચીનનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વર્ષની એશિયન ચેમ્પિયનશિપમાં ચીને 21માંથી 14 મેડલ જીત્યા હતા. ભારત માત્ર એક જ મેડલ જીતી શક્યું હતું.

ભારતીય ટેબલ ટેનિસ ટીમ
પુરૂષ સિંગલ્સ : શરથ કમલ સાથિયાન
મહિલા સિંગલ્સ : મણિકા અને શ્રીજા અકુલા
મેન્સ ડબલ્સ: શરત-જી ચિયાન અને માનવ ઠક્કર- માનુષ શાહ
મહિલા ડબલ્સ: આહિકા મુખર્જી અને શ્રીજા અકુલા દિયા ચિતાલે
મિશ્ર ડબલ્સ : મણિકા-સાથિયન અને શ્રીજા-હરમીત દેસાઈ
પુરૂષ અનામત : નેહિલ અને સાનિલ શેટ્ટી
મહિલા ડબલ્સ: સુતીર્થ મુખર્જી
મહિલા અનામત : અર્ચના કામથ અને રીથ રિષ્યા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application