ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટઃ બોલ સાથે છેડછાડ કર્યાનો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર આરોપ…જાણો સમગ્ર મામલો

  • February 10, 2023 05:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આજે નાગપુરમાં રમાયેલા પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ. જેમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેમની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમને બેરફૂટ પર મુકી દિધી હતી. પરંતુ આ બધાની વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઉપર બોલ સાથે છેડછાડ કર્યાનો આરોપ લાગ્યો છે.


આજે એટલે કે ગુરૂવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઈ હતી. આજે રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતુ. તેમાં પણ વાત કરીએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની તો તેમણે તેમની શાનદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમની પાંચ વિકેટ ઝડપી હતી અને અડધી હરિફ ટીમને પેવેલિયન ભેગી કરી દિધી હતી. આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના માઈકલ વોન અને ટિમ પેને આ વીડિયોને હાથો બનાવીને રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર અનેક સવાલ ઉભા કરી દિધા છે.


વાયરલ થયેલા વીડિયોમાં શુ છે હકિકત ?

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોને ઓસ્ટ્રેલિયાના મીડિયા એવા Foxsports.com.au એ વીડિયો શેર કરીને અનેક સવાલ ઉભા કરી દિધા છે. વીડિયોની વાત કરીએ તો તો તેમાં રવિન્દ્ર જાડેજા દેખાઈ રહ્યો છે. તેઓ બોલિંગ નાખવા પહેલા અન્ય ટીમના સાથી ખેલાડી સિરાજ પાસે જાય છે અને હાથમાં આંગણીમાં કઈક નાખે છે. જો કે શુ આંગણીમાં નાખે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ વીડિયો શેર કરીને બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Foxsports.com.au એ વીડિયો શેર કર્યો વીડિયો

https://www.foxsports.com.au/cricket/australia/australia-vs-india-first-test-cricket-news-2023-ravindra-jadeja-questionable-moment-bowling-ball-what-did-he-do-tim-paine-reaction/news-story/bbbbcea0ea16ae99f627a7b571a63287



છેલ્લા કેટલાય દિવસથી ઈજાના કારણે રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાનની બહાર હતો. અને આરામ કર્યા બાદ તેઓ આજે નાગપુરના પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાનમાં પોતાના પુરા જુસ્સા સાથે ઉતર્યો હતો અને પોતાની શાનદાર બોલિંગથી પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application