સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી

  • August 18, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતું વક્તવ્ય અપાયું: વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક નૃત્ય, લેઝીમ ડાન્સ અને યોગા પિરામિડ સહિતની કૃતિઓ સૌના આકર્ષકનું કેન્દ્ર બની

૭૭મા સ્વાતંત્ર્ય દિનની શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ઓક્ટોબર માસમાં નિવૃત્ત થનાર  સિનિયર શિક્ષકશ્રી વી.એમ.નંદાસણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાની માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ ચારેય ભાષાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતું વક્તવ્ય અપાયું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય, લેઝીમ ડાન્સ અને યોગા પિરામિડ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ જે સૌ કોઈના આકર્ષકનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં શાળાના પરિસરમાં આવેલી જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૬ અને શાળા નં.૩૮ ના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. શાળાના આ વર્ષે નિવૃત્ત થનાર સિનિયર શિક્ષક વી.એમ.નંદાસણાએ શાળાને ૩૫,૦૦૦/- રૂ.ની કિંમતના વોટરકુલરની ભેટ અર્પણ કરી હતી. સાથે સાથે શાળાના સ્ટાફ પરિવાર તરફથી પણ વિદ્યાર્થીનીઓ માટે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application