રાજકોટ રેલવે જંકશન સ્ટેશનમાં અસુવિધાઓ અપરંપાર, ચેમ્બર ઓફ કોમર્સએ કાન આમળ્યો

  • November 25, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ રેલવે જંકશન સ્ટેશનમાં અપરંપાર અસુવિધાઓ હોવા મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રેલવે તંત્રનો કાન આમળવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હરિદ્વારની યાત્રાએ જતા યાત્રિકો જેમાં સિનિયર સિટીઝન્સની સંખ્યા સૌથી વધુ હોય છે તેની ટ્રેન જે પ્લેટફોર્મ નં.6 ઉપર આવે છે પ્લેટફોર્મ ઉપર તો પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય યાત્રિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા ઝેડઆરયુસીસી મેમ્બર પાર્થભાઇ ગણાત્રા દ્વારા રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનં. 6 ઉપર મુસાફરો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબત ડિવીઝન રેલ્વે મેનેજર સમક્ષ રજુઆત કરાવમાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરનું જંકશન રેલ્વે સ્ટેશન સૌથી મોટું અને ટ્રાફિક રહીત ગણાય છે. તેમજ રોજબરોજ હજારોની સંખ્યામાં મુસાફરો રેલ્વે સુવિધાનો લાભ લેતા હોય છે. ત્યારે રેલ્વે સ્ટેશન પર મુસાફરોને કોઈપણ જાતની મુશ્કેલીઓ ન ભોગવવી પડે તે પણ ધ્યાને લેવી ખાસ જરૂરી છે. રાજકોટના જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનં.6 ઉપર કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી માત્ર વચ્ચે એક નાનું એવું છાપરૂ બનાવવામાં આવેલ છે. આ પ્લેટફોર્મ ઉપર અત્યંત મહત્વની અને ટ્રાફિક રહિત ઉતરાંચલ એકસપ્રેસ જે હરિદ્વાર જતી હોય તે ઉભી રહે છે.


ત્યારે આવી મહત્વની ટ્રેન આવતી હોય અને ત્યાં મુસાફરોને કોઈપણ જાતની સુવિધઓ મળતી ન હોય જેમ કે, આ પ્લેટફોર્મ ઉપર લીફટ નથી, એસ્કેલેટર નથી, ફુડ શેડ નથી, કોચ ઈન્ડીકેટર નથી, સીસીટીવી કેમેરા નથી તેમજ ટોયલેટ જેવી સુવિધાઓ નથી. વધુમાં આ પ્લેટફોર્મ ઉપર મોટા ભાગે સિનીયર સીટીઝનો મુસફારો આવતા હોય તેઓ માટે ગોલ્ફકોર્ટની સગવડતા પણ મળી રહી નથી. જે ખુબ જ આશ્ચર્ય જનક જણાય રહયું છે. જેના કારણે મુસાફરોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે ત્યારે પ્લેટફોર્મ નં.6 ઉપર તમામ સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવી અથવા તો ઉતરાંચલ એકસપ્રેસને પ્લેટફોર્મનં. 1 અથવા 2 ઉપર સ્ટોપ આપવા ડિવીઝનલ રેલ્વે મેનેજર સમક્ષ 2જુઆત કરાઇ છે જેથી મુસાફરોને કોઈપણ જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application