સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્ર્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત ૯ વાગ્યા સુધીમાં અંદાજે ૨ હજાર થી વધુ વાહનોની ૭ થી ૮ કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થવા પામી હતી. જે આ વખતેની ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ ૫૦૦ થી વધુ વાહનોની લાઈનો લાગી હોય વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે. હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ . ૨૦૦ થી . ૮૫૦ સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકમાં મોખરે સ્થાન ધરાવે છે
અન્ય રાજયોના વેપારીઓનું આગમન
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થતી હોય છે. ત્યારે ગોંડલ યાર્ડમાં બહારના રાય માંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. ત્યારે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના એકસપર્ટઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્ર્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્રારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બધં કરવામાં આવી છે.
અન્ય જિલ્લાઓના ખેડૂતોમાં પણ માનીતું ગોંડલ યાર્ડ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજરોજ લાલ ડુંગળીની આવક કરવામાં આવી હતી. યાર્ડના ગ્રાઉન્ડમાં યાં નજર ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી જવા પામ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લ ાઓ માંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech