અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ દેશભરમાં આજે તેની વાર્ષિક ‘મહાબચત ઉત્સવ 2024’ સ્કીમના લોન્ચની જાહેરાત કરી હતી. આ કેમ્પેઇન માટે જાણીતા ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ નયારા એનર્જી સાથે સહયોગ કરી રહ્યા છે જેનો ઉદ્દેશ નયારા ફ્યુઅલ સ્ટેશન્સ ખાતે પેટ્રોલની ખરીદી પર નોંધપાત્ર ગ્રાહક બચતને પ્રોત્સાહન આપવાનો છે. પેટ્રોલ પર રૂ. 2,000 કે તેથી વધુ ખર્ચતા ગ્રાહકોને રૂ. 50ની ઇન્સ્ટન્ટ બચત કરવા મળશે જ્યારે રૂ. 1,500થી રૂ. 1,999 વચ્ચેનો ખર્ચ કરતા ગ્રાહકોને તમામ પાર્ટિસિપેટિંગ સ્ટેશનો ખાતે રૂ. 30ની બચત થશે. આ પહેલથી વધેલા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે તથા ડિજિટલ પેમેન્ટ્સ માટે એક્સક્લુઝિવ છે. નયારા એનર્જી 6,300 ફ્યુઅલ સ્ટેશન્સનું વ્યાપક નેટવર્ક ધરાવે છે જે તેને ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર બનાવે છે.
આ નવી ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે “નયારા એનર્જી ખાતે અમે ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયા ફિલોસોફી ધરાવીએ છીએ જેમાં અમે અમારા ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન સાચું મૂલ્ય અને લાભોથી ખુશ રાખવા માંગીએ છીએ. ભારતમાં સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ સ્ટેશન ઓપરેટર તરીકે આ પ્રમોશનલ કેમ્પેઇન અમારા માનવંતા ગ્રાહકોનું નયારા એનર્જીની કદર કરવાનું મજબૂત પ્રમાણ છે. ભારતમાં સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર તરીકે આ પ્રમોશનલ કેમ્પેઇન અમારા માનવંતા ગ્રાહકોનું નયારા એનર્જીની કદર કરતા હોવાનું મજબૂત પ્રમાણ છે. જાણીતા ક્રિકેટર કે એલ રાહુલને અમારા કેમ્પેઇનના ફેસ તરીકે ઓનબોર્ડ કરીને અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોના સ્વપ્ન અને આકાંક્ષાઓને પૂરા કરીને તેમની સાથે મજબૂત સંબંધ ઊભો કરવાનું છે.”
આ પહેલ તેના ગ્રાહકો દ્વારા દર્શાવવામાં આવતી અદ્વિતીય વફાદારી તથા સમર્થન માટે નયારા એનર્જીની ગહન પ્રશંસા દર્શાવે છે. નયારા એનર્જીના રિટેલ આઉટલેટ્સ ફ્રેન્ચાઇઝી તથા ગ્રાહકો બંનેને અનોખા લાભો પૂરા પાડે છે અને હાઈવે, શહેરો, ગ્રામીણ વિસ્તારો તથા અંતરિયાળ પ્રદેશોમાં સમગ્ર દેશમાં મજબૂત હાજરી ઊભી કરી છે. નયારા એનર્જી તેના રિટેલ આઉટલેટ્સ ખાતે આનંદદાયક અનુભવ ઊભો કરવા માટે પ્રયત્નશીલ છે અને એનર્જી સેક્ટરમાં નવીનતા તેમજ ગ્રાહક-સંચાલિત પહેલ માટે અગ્રેસર છે. કંપની નવીનતમ પ્રોગ્રામ્સ અને ઓફરિંગ્સ સાથે ગ્રાહક અનુભવ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech