દેશમાં ૯૧ ટકા સિરિંજનો ઉપયોગ નશીલી દવાઓ લેવા માટે થાય છે

  • December 14, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ૯૧ ટકા ઇન્જેકશન સિરીંજનો ઉપયોગ નશીલી દવાઓ લેવા માટે કરવામાં આવે છે, જેના કારણે લગભગ દરેક બીજા વ્યકિતને હેપેટાઇટિસ સીનો ચેપ લાગી રહ્યો છે. હેપેટાઇટિસ સી ચેપનું સંક્રમણ એચઆઇવી કરતા અનેક ગણું વધારે છે. જેઓ દવાઓ લે છે તેમની ન તો તપાસ થાય છે કે ન તો સમયસર સારવાર મળે છે. સૌથી મોટું જોખમ સમાજના તે લોકો પર છે જેઓ ડ્રગ્સથી દૂર છે.


દિલ્હી એઈમ્સ અને બેંગ્લોર સ્થિત નીમ્હાન્સ દ્રારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારવારના અભાવે હેપેટાઇટિસ સીનો ચેપ લાંબા સમય સુધી રહે છે. આ લોકો જાતીય સંબંધો દ્રારા અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. આટલું જ નહીં, હેપેટાઇટિસ સીના ચેપથી છુટકારો મેળવવા માટે રાષ્ટ્ર્રીય સ્તરે એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ઇન્જેકશનની દવા લેનારાઓમાં આ ચેપ વૃદ્ધોથી લઈને યુવાનોમાં ફેલાઈ રહ્યો છે. સંશોધકોના મતે ઈન્જેકશન ડ્રગ્સની લત ઝડપથી વધી રહી છે. થોડા સમય પહેલા સુધી, આ વ્યસન દેશના ઉત્તર અને ઉત્તર–પૂર્વીય રાયોમાં સૌથી વધુ પ્રચલિત હતું, પરંતુ તાજેતરમાં તમામ રાજયોમાં ઇન્જેકશનના અસુરક્ષિત ઉપયોગને કારણે વિવિધ રોગોનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે.

૫૬.૨૬ ટકા લોકોમાં હેપેટાઇટિસ–સી વાયરસના એન્ટિબોડીઝ હાજર
ઈન્ડિયન જર્નલ આફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં, સંશોધકોએ ૧ જાન્યુઆરી, ૨૦૧૬ અને જાન્યુઆરી ૧, ૨૦૨૧ વચ્ચે ૨,૬૦૦ થી વધુ લોકોની નોંધણી કરી હતી, પરંતુ તમામ તબીબી દસ્તાવેજોની તપાસ કર્યા પછી, ૩૯૧ લોકો પર અભ્યાસ આગળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશ્લેષણ દરમિયાન, સંશોધકોએ શોધી કાઢું કે ૨૨૦ એટલે કે ૫૬.૨૬ ટકા લોકોમાં હેપેટાઇટિસ સી વાયરસના એન્ટિબોડીઝ હાજર હતા, યારે ૧૦૯ એટલે કે ૨૭.૮૭ ટકા લોકો હેપેટાઇટિસ સીથી સંક્રમિત હોવાનું જણાયું હતું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application