ગોંડલના બે પુલના રિપેરિંગમાં મોરબીના પુલ જેવું ન કરતા: હાઈકોર્ટ

  • November 30, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ શહેરમાં આવેલા સો વર્ષથી જુના બે હેરિટેજ બ્રિજની જર્જરી સ્થિતિને લઈને થયેલી પીઆઈએલમા બંને બ્રિજના રીપેરીંગ ના મુદ્દે હાઇકોર્ટ દવારા ચિંતા વ્યકત કરવામા આવી છે. બ્રિજનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે પ્રકારનું સમારકામ કાર્ય કરવામાં આવે તે જરી છે.ઉપરાંત
સરકાર અને સત્તાવાળાને સાફ શબ્દમાં જણાવ્યું હતું કે જેવું રીપેરીંગ કામ મોરબી ઝુલતા પુલમાં થયું હતું તેવું રીપેરીંગ કામ અમારે જોઈતું નથી અને તે કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે આ બંને હેરિટેજ બ્રિજ છે તેથી તેનું રીપેરીંગ કામ નિષ્ણાત એન્જિનિયરોની સલાહ મુજબ જ કરવું.
હાઇકોર્ટ દ્રારા સરકાર પક્ષની એવી સ્પષ્ટ્રતા પણ કરવામાં આવી છે કે બંને બ્રિજ હેરિટેજ અને ૧૦૦ વર્ષ કરતાં પણ જુના હોવાથી ઐતિહાસિક વારસો છે તેને નુકસાન ન થાય તે રીતે જ સમારકામ હાથ ધરવું જોઈએ ગોંડલના આ બંને ઐતિહાસિક બ્રિજ મુદ્દે જાહેર હિતની રીટ અરજીમાં તેવી રજૂઆત કરવામાં આવી હતી કે ગોંડલ શહેરમાં સો વર્ષથી જુના આ બંને હેરિટેજ પુલ છે ઘોઘાવદર ચોક થી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા આ બંને પુલની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરીત બની ચૂકી છે પરંતુ આ બ્રિજ પર લોકોની આવન જાવન અને વાહન ચાલકોની અવર–જવર ચાલુ રાખવામાં આવી છે. હાઇકોર્ટે રાય સરકારને સવાલ કર્યેા હતો કે આ બંને પુલ આટલા પ્રાચીન અને ઐતિહાસિક છે તો શું કામ તોડવામાં આવે હાઇકોર્ટ બંને બ્રિજનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે પ્રકારનું સમારકામ કાર્ય કરવામાં આવે તેવી શકયતાઓને ધ્યાનમાં લેવા સૂચન કયુ હતું હાઇકોર્ટ સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે રીપેરીંગ કામ શ કરવું અગત્યનું નથી પરંતુ તુલના રીપેરીંગમાં ઐતિહાસિક વારસાનું જતન કરવું અને તેને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે હાલના સમયમાં કન્ઝર્વેશન આર્કિટેકનિક તાતી જરીયાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application