કોલેજોમાં થતી પરીક્ષા ચોરી રોકવા ખો ભુલાવી દે તેવી સજા અને દડં કરાશે

  • August 13, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરીક્ષા ખંડમાં કલોઝ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરા, મધ્યસ્થ કાર્યાલયમાં પરીક્ષા ખડં સાથે સીધા કનેકટેડ તેવા આધુનિક કંટ્રોલમ,ચોરી રોકવા માટેની સકવોડ સહિત અનેક પગલાં લીધા છતાં કોલેજોમાં ચોરીનું દૂષણ બધં થતું નથી. પરંતુ હવે સજાની સાથ સાથ દડં પણ કરવામાં આવશે અને સજાના અત્યારના જે ધોરણો છે તે વધુ કડક બનાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સહિત ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રથી કોમન એકટ લાગુ પાડવામાં આવ્યો છે અને તેમાં પરીક્ષા ચોરીના દૂષણ સામે આકરી જોગવાઈ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પરીક્ષામાં જો કોઈ વિધાર્થી કાપલી કે ચબરકી સાથે ઝડપાય તો પિયા ૨,૫૦૦ નો દડં નક્કી કરવામાં આવ્યો છે. અન્ય પરીક્ષાથીની ઉત્તરવહીમાથી કોપી કરનાર વિધાર્થીને પિયા ૫૦૦૦ દડં કરાશે અને માસ કોપીના કિસ્સામાં દંડની જોગવાઈ પિયા ૧૦,૦૦૦ સુધીની રાખવામાં આવી છે.
પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને જો કોઈ પરીક્ષાર્થી ધમકી આપે અથવા તો હિંસા આચરે તો તેમની સામે કાયમી પ્રતિબંધની પણ જોગવાઈ કોમન એકટમાં કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી અને પેપર લીક થતા અટકાવવા માટે અનેક પ્રયાસો થયા છે. પરંતુ તેમાં કયાંય પૂરેપૂરી સફળતા મળી નથી. મોબાઇલ અને ઇલેકટ્રોનિક ગેજેટ દ્રારા પરીક્ષા ચોરીનું નવું દુષણ ઉમેરાયું છે. આ તમામ સામે કોમન એકટમાં અતિ કડક જોગવાઈ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ કોલેજો અને ભવનના મળીને અઢી લાખ જેટલા વિધાર્થીઓને હવે પરીક્ષામાં ચોરી કરવાનું આક પડી જશે તે સ્પષ્ટ્ર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application