મોરબીમાં અનેક સ્થળોએ લગ્ન મંડપ ઉડ્યા, ભારે પવન સાથે બરફના કરા પડ્યા

  • November 27, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લ ામાં આજે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો તો હાલ લગ્નસરાની મોસમ શરુ થઇ ચુકી હોય જેથી અનેક સ્થળોએ લગ્નના આયોજન હોય જ્યાં લગ્નમંડપ ઉડી જવા પામ્યા હતા તો અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાથી પીજીવીસીએલ તંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે


મોરબી પંથકમાં આજે ભારે કરાવર્ષા થઈ હતી. જેને કારણે સિરામિક સહિતની ફેક્ટરીઓમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ફેકટરીમાં બરફ પણ મોટા પ્રમાણમાં એકઠો થઈ ગયો છે. પરિણામે જેમ યુએસ-યુકેમાં લોડરથી બરફ હટાવવામાં આવે તેમ જ મોરબીની અમુક સિરામિક ફેકટરીઓમાં લોડરની મદદથી બરફ હટાવવામાં આવ્યો હતો.
​​​​​​​
મોરબી તાલુકા અને જીલ્લ ામાં આજે કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા હતા સાથે ભારે પવન ફૂંકાયો હોય અને હાલ લગ્નની સીઝન હોવાથી અનેક સ્થળોએ લગ્ન પ્રસંગ ચાલતા હોય જ્યાં મંડપ ઉડી જવાની અને મંડપ ઉખડી જવાની ઘટનાઓ બની હતી જેથી અનેક પ્રસંગોના રંગમાં ભંગ પડ્યો હતો.

અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
મોરબી અને વાંકાનેર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાંકાનેર ના ૨૬ અને મોરબીના ૬ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેમજ ૧૯ વીજપોલને નુકશાન થવા પામ્યું છે ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ તંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે અને વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા માટે કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application