આવતા મહિનાથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં તમામ ટોપ હેડ પોસ્ટ ઇન્ચાર્જના હવાલે

  • September 19, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કુલપતિ, રજીસ્ટાર, ચીફ એકાઉન્ટન્ટ જેવી અનેક મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે અને ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની પોસ્ટ પણ મહત્વની ગણવામાં આવતી હોય છે. આ જગ્યા પર અત્યાર સુધી કાયમી એકઝામિનેશન કંટ્રોલર તરીકે નિલેશ સોની જવાબદારી સંભાળતા છે પરંતુ તે પણ આગામી તારીખ ૨૫ ઓકટોબરથી નિવૃત્ત થતા હોવાથી આ જગ્યા પણ હવે ખાલી પડશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટારની જગ્યા બાર વર્ષ સુધી ખાલી રહ્યા પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સેક્રેટરી હરેશભાઈ પારેલીયાની પસંદગી કરવામાં આવી હતી. ઇન્ટરવ્યૂ આપીને પસદં થયેલા આ ઉમેદવારે માત્ર ૧૨૫ દિવસ કામ કરીને રાજીનામું આપી મ્યુનિસિપલ કોર્પેારેશનમાં જતા રહેતા આ જગ્યા ફરી ખાલી પડી છે અને રમેશભાઈ પરમારને તેની જવાબદારી સોપવામાં આવી છે.
તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરીયાએ યાં પણ કુલપતિની જગ્યા ખાલી પડી છે તે તાત્કાલિક ભરવામાં આવશે એવી પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી. પરંતુ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના નવા કુલપતિ શોધી કાઢવા માટે રચાયેલી સર્ચ કમિટીની એક પણ બેઠક હજુ મળી નથી. યુનિવર્સિટીએ મંગાવેલી અરજીઓ પણ કમિટીના સભ્યો સુધી પહોંચાડવામાં ભારે વિલબં થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.
રજીસ્ટાર અને પરીક્ષા નિયામકની જગ્યા ભરવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ અખબારોમાં જાહેરાત આપી છે. માસ્ટર ડિગ્રીમાં ૫૫% અને કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ઉપરાંત ૧૫ વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો અનુભવ, આઠ વર્ષનો એકેડેમિક લેવલનો અનુભવ, ૧૫ વર્ષનો એડમિનિસ્ટ્રેટિવ અનુભવ અથવા તો આઠ વર્ષ ડેપ્યુટી રજીસ્ટ્રાર જેવી જગ્યા પર કામગીરી કરી હોય તેવો અનુભવ માગવામાં આવ્યો છે.
શિક્ષણ જગત સાથે સંકળાયેલા વર્તુળો જણાવે છે કે પરીક્ષા નિયામક માટે ઉમેદવારો મંગાવાની જાહેરાત યુનિવર્સિટી તરફથી આપવામાં આવી છે પરંતુ તેમાં પણ વિલબં થયો છે. પરીક્ષા નિયામક નિલેશ સોની નું મૂળ પોસ્ટિંગ લાઇબ્રેરી વિભાગનું છે અને નિવૃત્તિ પછી પેન્શન સહિતના લાભમાં પોતાને અન્યાય ન થાય તે માટે તેમણે પરીક્ષા નિયામકના હોદ્દાને ઇન્ચાર્જ કરાવવાની અને લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટમાં કાયમી પોસ્ટિંગની કરેલી અરજી બે મહિના પહેલા મંજૂર થઈ છે અને ત્યારથી જ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ નવા પરીક્ષા નિયામકની શોધ કરવાનું શ કરી દેવાની જર હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application