વરલમાં આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો કચરાના ઢગલામાથી મળી આવ્યા

  • December 18, 2023 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય તેમ અવારનવાર ડુપ્લીકેટ આધારકાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવનારા દિવસોમાં સરકાર આધારકાર્ડને ઈ-ટ્રાન્જેક્શન સાથે પણ જોડવામાં આવનાર છે. ત્યારે આધારકાર્ડની વિશ્વસનીયતા અને તેના દ્વારા થતા વ્યવહારો પણ જોખમી લાગી રહ્યા છે. અગાઉ પણ આધારકાર્ડ અનેક સ્થળેથી કચરાના ઢગલામાં કે કચરા ટોપલીમાં પડેલા જોવા મળ્યા છે. જો કે ભૂતકાળમાં પણ આવી સ્થિતિ સર્જાઇ હોવા છતા સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. દરમિયાનમાં સિહોરના વરલ ગામે સંખ્યાબંધ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી કચરામાંથી આવ્યા હતા. આ અંગે મામલતદાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ટીમને જણા થતાતપાસ શરૂ કરવામાં આવી છે. અને આ અંગે તપાસ બાદ કાર્યવાહી જરૂરી હશે તે કરવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં.તો બીજી બાજુ આ મામલે કોણે દસ્તાવેજો કચરાના ઢગમાં ફેંક્યા? દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થયો હોત તો જવાબદાર કોણ હોત?શુ  તંત્રના જવાબદાર અધિકારીઓ કોઇ કાર્યવાહી કરશે?જે -તે વ્યક્તિના દસ્તાવેજનો ખોટો ઉપયોગ થયા હોત તો? તો સહિતની ચર્ચા સિહોર પંથકમાં ચર્ચાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application