ઉના પંથકમાં ચમત્કાર બતાવી રોકડા, દાગીના ઉઠાવી જનારા બે શખસ ઝડપાયા

  • August 01, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના પોલીસે ધાર્મિક વિધિ કરવાના બહાને ચમત્કાર બતાવી તાંત્રિક વિધિ કરવાની છેતરપીંડી કરતા બે શખ્શો ને પકડી પાડી ત્રણ ગુનાઓ નો ભેદ ઉકેલી અને રૂપિયા ૨લાખ ૧૫હજાર નો મુદ્દામાલ કબજે કરી સફળતા મેળવી ઊના, ગીર ગઢડા, સ્વામીના ગઢડા તાલુકાના ગુના નો ભેદ ઉકેલી નાખ્યો ફોટા સાથે છે
​​​​​​​
ઊના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર એન.કે.ગૌસ્વામી ની સૂચના થી સરવેલન્સ ટીમના પી.એસ. આઇ.સી.બી. જાડેજા,એ.એસ. આઇ. ધર્મેન્દ્રસિંહ એ.પરમાર. પ્રદીપસિંહ એચ. રાયજાદા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ હરાજ ભાઈ, વિજયભાઈ એચ.રામ, નલીનભાઇ બાલાભાઈ, રાહુલ નારણ ભાઈ છેલાના, અભેસિંહ ભગવાન ભાઈ પેટ્રોલિંગમા હતા ત્યારે ચોક્કસ બાતમી ના આધારે. ઊના તાલુકાના સનખડા  ગાંગડા રોડ ઉપર સનખડા પ્રાથમિક શાળાની બાજુમાં બે સક્ષો મોટર સાયકલ લઈ ઊભા હતા ત્યારે તેમને દબોચી લઇ પૂછ પરછ કરતા  દિલુનાથ શાંતુનાથ. પરમાર રે. જાલણસર . જિલ્લો જૂનાગઢ ૨, નારણ નાથ ઉર્ફે ચકાભાઈ સુરનાથ ધાંધલ રે. મહાવીર નગર  કેરિયા રોડ લાઠી  જિલ્લો અમરેલી વાળા ને પકડી ઊના પોલીસ સ્ટેશને લાવી પૂછ પરછ કરતા  તેમણે કબૂલ કર્યું હતું કે બે વરસ પહેલાં ગીર ગઢડા તાલુકાના મોતિસર ગામ ની સીમ મા ખેડૂત દંપતિ પાસે થી વિધિ કરવાના બહાને રૂપિયા ૨૦, ૦૦૦પડાવી નાસી ગયા હતા અને ઊના તાલુકા ના એક ગામ માં સાત માસ પહેલા લોકોના ઘરે જઈ રામાપીર ના અને માતાજીના ભગત તરીકે ઓળખાણ આપી તમારા ઘરમાં દર દાગીના અને રૂપિયામાં ત્રુટકો છે તેમ કહી વિધિ કરાવવાના બહાને નશાયુક્ત પદાર્થ નો ઉપીયોગ કરી હથેળીમા નશાયુક્ત પાણી રાખી બધાયને પ્રસાદી રૂપે પાણી પીવડાવી અર્ધ બેભાન બનાવી ત્યાર પછી ઘરમાં રાખેલ એક સોનાની વિટી,સોનાનો ચેઈન ૧, લાખ ૪૦૦૦૦/ નો લઇ જઇ નાસી ગયા હતા અને એક વરસ પહેલાં બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા તાલુકાના કાપરડી ગામે ખેડૂત દંપતિ ને તાંત્રિક વિધિ કરવાના બહાને ઘેન યુક્ત પદાર્થ ખવડાવી અર્ધ બેભાન બનાવી રોકડા રૂપિયા ૫૦, ૦૦૦લઇ નાસી ગયા હતા અને પોલીસ સ્ટેશન મા ગુના દાખલ થયેલા હતાપોલીસે તેમની પાસે થી ગુના મા વપરાયેલ એક મોટર સાયકલ નંબર  -૨૭ -૯૪૨૩ રૂપિયા ૨૫૦૦૦/ની અને સોનાનો ચેઈન એક, સોનાની વીટી એક,૫૦,૦૦૦ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૨લાખ ૧૫૦૦૦નો મુદામાલ કબજે કરી વિશ્વાસ ઘાત છેતર પીંડી, અને એક બીજા ની મદદ ગારી ના કુલ ત્રણ ગુનાઓ નો ભેદ ઉકેલી સફળતા મેળવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application