એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે રાત્રિના રાજકોટ તાલુકાના મેસવડા ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પાડતા અહીં ઘાસના ઢગલા નીચે છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાડીમાંથી રૂપિયા ૨.૨૯ લાખની કિંમતનો ૬૧૨ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે વાડીમાલીક હાજર ન હોય પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પી.આઈ જે.એસ.ગામીતની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.કે.રાઠોડ તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ એચ.એસ તળાવીયા, બી.બી.ડોડીયા, કોન્સ્ટેબલ વિજયભાઈ, નરેશકુમાર સહિતનાઓ રાત્રિના પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એવી બાતમી મળી હતી કે, મેસવડામાં રહેતા બેચર તલસાણીયાએ અહીં ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને તે આ જથ્થો સગેવગે કરવાની પૈરવીમાં છે જેથી પોલીસની ટીમ અહીં પહોંચી પગપાળા વાડીએ પહોંચતા અહીં કોઈ હાજર ન હોય આસપાસમાં આવેલી વાડીએ પૂછતા આ વાડી મેસવડા ગામના હરજીભાઈ બેચરભાઈ તલસાણીયાની હોવાનું સ્પષ્ટ થયુ હતું.
પોલીસે તપાસ કરતા અહીં ઘાસના ઢગલામાં છુપાવેલી વિદેશી દારૂની ૬૧૨ બોટલ મળી આવી હતી તેમજ એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હોય પોલીસે દારૂનો આ જથ્થો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨,૩૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે વાડી માલિક હરજી બેચર તલસાણીયા નાસી ગયો હોય પોલીસે તેની સામે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech