રાજકોટમાં બે માસમાં બ્લેક ફિલ્મ લગાવેલા ૬,૮૬૪ વાહનો પકડાયા

  • June 10, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વાહનોમાં ખાસ કરીને કારમાં બ્લેક ફિલ્મ લગાવવાનો ક્રેઝ હોય છે. નિયમ વિરૂધ્ધ આ  ફિલ્મો દુર કરવા માટે ટ્રાફીક પોલીસ રેગ્યુલર ચેકીંગ દરમિયાન આવી ફિલ્મો વાહનોમાંથી દુર કરીને હાજર દડં વસુલતી હોય છે. થોડા વખતથી આવી ફિલ્મો વેચનારા ધંધાર્થીઓ પર પણ પોલીસ ચેકીંગ હાથ ધરીને સમયાંતરે કેસ કરે છે. બે માસ દરમ્યાન આવા ૬૮૬૪ કેસ તેમજ છ વેપારી સામે પોલીેસે ડાર્ક ફિલ્મ વેચવાના ગુના નોંધ્યા છે.
વાહનોમાં બ્લેક ફિલ્મ આમ તો તાપથી બચવા માટે લગાડાતી હોવાનું વાહન ચાલકો દ્રારા બચાવ થતો હોય છે પરંતુ આ બ્લેક ફિલ્મની આડમાં ઘણી વખત આવા વાહનો ગુના આચરીને પોલીસને થાપ આપવા માટે સફળ થતા હોય છે. વાહનોમાં બ્લેક કે ડાર્ક ફિલ્મ ન રાખવાના કાયદાકીય નિયમ છે. પોલીસ રોજીંદા આવા કાળી કે ઘાટી ફિલ્મોવાળા વાહનો સામે કાર્યવાહી કરે છે. રાજકોટમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે.બી.ગઢવીના વડપણ નીચે પીઆઈ બી.પી.રજયા, પીએસઆઈ એમ.જી.વસાવા, ટ્રાફીક શાખાના અન્ય ૮ ટીમો દ્રારા બે માસ દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલા વાહનો સામે ૬૮૬૪ કેસ કરવામાં આવ્યા હતા. તેમજ ડાર્ક ફિલ્મ વેચનાર છ વેપારીઓ સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application