નિયમ એ નિયમ : રાજકોટમાં રેસકોર્સમાં ભાજપ ગણેશોત્સવમાં રાત્રે 10 પછી પણ મ્યુઝીકલ સિસ્ટમ ચાલુ, પોલીસે બંધ કરાવી કરાવ્યું કાયદાનું પાલન    

  • September 21, 2023 12:34 PM 

રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી પણ મ્યુઝિકલ સીસ્ટમ ચાલુ હોવાથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કાર્યક્રમ બંધ કરાવતા શહેર ભાજપ પ્રમુખ રોષે ભરાયા હતા.   


રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાત્રે 10 વાગ્યા પછી ઘોંઘાટ થાય તે પ્રકારે કાર્યક્રમ ન કરવા અંગેનો આદેશ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો જાણે કોઈ નિયમ લાગુ જ ન પડતા હોય તે રીતે ગણેશોત્સવમાં રાત્રિના દસ વાગ્યા પછી પણ મ્યુઝિક સિસ્ટમ વાગી રહી હતી. તે દરમિયાન આજુબાજુના કોઈ રહેવાસીએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પ્રદ્યુમન નગરના પીએસઆઇ ભગોરા તાત્કાલિક રેસકોર્સ દોડી ગયા હતા અને કાર્યક્રમ બંધ કરવાનું કહ્યું હતું. 


જોકે આ બાબત શહેર ભાજપ પ્રમુખને ન ગમી અને તેમણે પીએસઆઇ સાથે ગેરવર્તણો કરી કહ્યું કે "હું સીપી સાથે વાત કરી લઈશ." જોકે સીપી સાથે વાત કર્યા બાદ પણ અંતે ભાજપે કાર્યક્રમ બંધ જ કરવો પડ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application