રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકો અને ભાવ બન્નેમાં એક સાથે વધારો થયો છે. સામાન્ય રીતે આવક વધે તેમ ભાવ ઘટતા હોય છે પરંતુ આ ચોમાસે તેવું બન્યું નથી. વરસાદના લાંબા વિરામના કારણે ખેડૂતોને ખેતર–વાડીઓમાંથી શાકભાજી ઉપાડવું સરળ બન્યું છે તેથી આવકમાં વધારો થયો છે, બીજી બાજુ સતત પખવાડિયાથી તડકાના અભાવ અને ઝરમર વરસાદને કારણે ભેજયુકત વાતાવરણ રહેતા શાકભાજીમાં બગાડ વધ્યો છે જેના લીધે ભાવ વધ્યા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુવાર, ભીંડો, રીંગણા, દૂધી, કોબિજ, લાવર સહિતની જણસીઓની સ્થાનિક ગ્રામ્ય આવકો વધવા છતાં આ સહિત તમામ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર્રથી ટમેટાની આવકો શ થતાં ટામેટાના ભાવ ઘટયા છે. સામાન્ય રીતે ચોમાસામાં અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં કયારેય ન થતી હોય તેટલી શાકભાજીની આવક થઇ રહી છે પરંતુ બગાડ વધવાને કારણે ભાવ ઉંચકાયા છે
લીલી મગફળી અને મકાઇની આવક શરૂ
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ચાલુ સાહના પ્રારંભથી લીલી મગફળી અને લીલી મકાઇની આવકો શ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ચાલુ સાહના પ્રારંભથી લીલી મગફળી અને લીલી મકાઇની આવકો શ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech