પ્રેમ લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ કુટુંબના 13 સભ્યોને મોતને ઘાટ ઉતાયા

  • October 07, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારે પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતી પોતાના જ પરિવારના લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. યુવતીએ પરિવારના 13 સભ્યોનો ભોગ લીધો હતો. જેમાં તેના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે. મામલો પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. પ્રેમ લગ્નનો ઇનકાર કરવા બદલ તેના પરિવારના 13 સભ્યોની હત્યા કરવા બદલ પોલીસે યુવતીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીનો પરિવાર તેની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર નહોતો. આથી યુવતીએ તેના પ્રેમી સાથે મળીને સમગ્ર પરિવારની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ મૃત્યુ 19 ઓગસ્ટના રોજ ખૈરપુર પાસેના હૈબત ખાન બ્રોહી ગામમાં થયા હતા.
ખૈરપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી ઇનાયત શાહે કહ્યું, ભોજન લીધા બાદ તમામ 13 સભ્યો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તે બધાના મોત નીપજ્યા હતા. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ લોકોનું મોત ઝેરી ખોરાકને કારણે થયું છે. તેણે કહ્યું કે જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવતી અને તેના પ્રેમીએ ઘરમાં રોટલી બનાવવા માટે વપરાતા ઘઉંમાં ઝેર ભેળવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, જ્યારે તેના પરિવારજનોએ તેને તેની પસંદના છોકરા સાથે લગ્ન કરવા ન દીધા છોકરી ત્યારે ગુસ્સે થઈ ગઈ. આ પછી તેણે તેના પ્રેમી સાથે મળીને તેના માતા-પિતા સહિત પરિવારના સભ્યોને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું હતું.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application