પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપીને પોલીસે ટોળાંથી બચાવ્યો'ને જેલમાં પતાવી દીધા

  • September 13, 2024 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપીને પહેલા તો પોલીસે ટોળાના મારથી બચાવ્યો હતો અને જેલમાં લાવી હતી અને બાદમાં પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી. આ ઘટના બાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. કવેટા પોલીસે આરોપીને ગોળી મારવાની ઘટના અંગે નિવેદન બહાર પાડું છે. કવેટાના વરિ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે શૂટર એક પોલીસ અધિકારી હતો અને જેલમાં આરોપીને તેના સંબંધી તરીકે મળવા આવ્યો હતો અને બાદમાં કામ તમામ કરી નાખ્યું હતું.
ઇશનિંદાના આ આરોપીની પોલીસે આ સાહની શઆતમાં ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોળું એ વ્યકિતની નિંદાના આરોપમાં માર મારવાની કોશિશ કરી રહ્યું હતું, યારે પોલીસે સ્થળ પર પહોંચીને તેને બચાવી લીધો. શઆતમાં આરોપીને ખરોટાબાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેને કવેટા ખસેડવામાં આવ્યો. આ મામલો પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનો છે. કવેટાના વરિ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે જેલમાં નિંદાના આરોપીને ગોળી મારનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ શ કરવામાં આવી છે. ઇશનિંદાના આ આરોપીને પોલીસે પશ્ચિમ બાયપાસ વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધો હતો. તે દરમિયાન તહરીક–એ–લબૈકના કાર્યકરોએ નિંદાના આરોપીઓ વિદ્ધ પ્રદર્શન કયુ હતું અને રસ્તા પર ટાયરો સળગાવીને પોલીસનો રસ્તો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી સ્થિતિ પર કાબુ કરવા આરોપીને પહેલા જેલ માં લઈ આવ્યો અને બાદમાં ગોળી ધરબીને પતાવી દેવાયો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application