માત્ર 3 દિવસ, દોઢ કલાક જ ચીલઝડપ કરતી બેલડી ઝડપાઇ, 58 મોબાઈલ ફોન કબજે

  • February 12, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેમ વેપાર-ધંધામાં પણ કોઈએ કોઈ લ બનાવ્યા હોય તે રીતે રાજકોટમાં એક એવી તસ્કર બેલડી કે જેણે પણ ચોરી, ચીલઝડપ માટે નિયમ બનાવ્યાની માફક સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ અને એ પણ રાત્રીના દોઢ કલાકના સમયગાળામાં જ મોબાઈલ ફોન આંચકતા હતા. લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પરપ્રાંતિય શ્રમિકોના ફોન આંચકી લેતી બેલડીને પકડવામાં થોરાળા પોલીસને સફળતા મળી છે અને આવા 4.28 લાખના 58 મોબાઈલ ફોન કૐજે કરાયા છે.
રાજકોટ શહેરમાં વાવડી ગામ નજીક શિવધારા સોસાયટીમાં રહેતો શાહનવાઝ ઉર્ફે નવાઝ અનવર વરિયા ઉ.વ.19 તથા સાગરીત ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગ-6માં રહેતો અમન ઉર્ફે બાટલી જાનિદ કૈયડા ઉ.વ.20 મોબાઈલ ફોનની ચીલઝડપ કરતા હોવાથી થોરાળા પોલીસના જયદિપસિંહ જાડેજા, સંજય હેરમા, રાકેશ બાબાસરાને માહિતી મળી હતી. જે આધારે પીઆઈ બી.એમ.ઝણકાટની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.ટી.જીંજાળા તથા ટીમે બન્નેને અમુૂલ સર્કલ પાસેથી શંકાસ્પદ હાલતમાં દબોચી લીધા હતા.

બન્ને શખસો પાસેથી પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બન્નેની યુક્તિ, પ્રયુક્તિ અને પોલીસની ઢબે પૂછતછ થતાં 59 મોબાઈલ ચોરીના ભેદ પરથી પરદો ઉંચકાયો હતો. આરોપી બેલડીએ 59 મોબાઈલ ફોન શ્રમિકો પાસેથી આંચકી લીધાની કેફિયત આપી હતી અને આવા 4,28000ની કિંમતના 58 ફોન કાઢી આપ્યા હતા.
આરોપી બેલડી ચીલઝડપ માટે મહત્તમપણે ઈન્ડ્રીયલ એરિયા જ પસંદ કરતી હતી. મેટોડા, શાપર વેરાવળ જીઆઈડીસી ઉપરાંત વાવડી ઈન્ડસ્ટ્રીયલ ઝોન, શ્રી હરી ઈન્ડ. વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિકોને ટાર્ગેટ કરતા હતા. બન્ને શખસો રાત્રે સાડાનવેક વાગ્યે બાઈક પર નીકળતા મંગળવાર, રવિવારના રોજ ત્રણ દિવસ જ દોઢ કલાક દરમિયાન રાત્રે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફરી રસ્તા પર કોઈ પરપ્રાંતિય શ્રમિક મોબાઈલ ફોન પર વાત કરતા જતો હોય તેનો ફોન આંચકીને નાસી જતાં હતા. આવા અલગ અલગ 58 મોબાઈલ ફોન આંચકી લીધા હતા અને એક સાથે નિકાલની પેરવીમાં હતા એ પૂર્વે પોલીસના સકંજામાં સપડાયા છે. ઝડપાયેલી બેલડીમાં અમન સામે માલવિયાનગર પોલીસમાં એક ગુનો નોંધાયો છે.


પોલીસે 58 ફોન કબજે તો લીધા પરંતુ ફરિયાદો કયાંય નહીં

થોરાળા પોલીસે ચીલઝડપ કરતી સમડીને બાઈક સાથે પકડી પાડી છે. 58 મોબાઈલ ફોન પણ કબજે લીધા છે પરંતુ મહત્તમપણે ડિટેકશનમાં બનતું હોય એ રીતે ચોરી કે આવી ફરિયાદો જ અગાઉ નોંધાયેલી ન હોવાથી જે-તે પોલીસ વિસામણમાં મુકાઈ જાય છે. ફરિયાદો નોંધાયેલી ન હોવાથી આરોપીઓને પણ કાયદાની ચૂંગાલમાંથી મુકત થઈ જવાનો મોકો મળી જાય છે. બન્ને શખસો મોબાઈલ ચીલઝડપ કરવા સ્પ્લેન્ડર બાઈક પર નીરકળતા હતા. ઓળખાઈ કે પકડાઈ ન જાય એ માટે જયારે ગુના આચરવા નીકળે ત્યારે બાઈકની નંબર પ્લેટ પર કાળી પટ્ટી લગાવી દેતાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application